________________
રાજહૃદય ભાગ-૫ છે એ તો આપણે બધા માનીએ છીએ. આપણા આત્માને આપણે ચૈતન્યદેવ કહીએ છીએ. મંદિરમાં બિરાજમાન છે. તો મંદિર તો સરખું રાખવું જ જોઈએને ! કેવી રીતે ન્યાય ઉતાર્યો ? તમે સરખું ખાતા-પીતા નથી. આ એક જ વાંધો છે, બીજો કાંઈ વાંધો નથી. એ સાંભળી લે. જવાબ ન દે કાંઈ. બહુ ગંભીર હતા. જવાબ નહોતા દેતા. અમે સાંભળનાર બધા હસીએ કે આ ઠીક સંભળાવે છે. એ તો એમને કરવું હોય એ કરે. ખોરાક બહુ નહોતા લેતા એટલે સંતરા અને મોસંબી ને એવું પછી વધારે આપવાનું શરૂ કર્યું. પોષણ પણ મળે અને બહુ વજન પણ હોજરી ઉપર ન આવે. હોજરી સંકોચાઈ ગયેલી એટલે બહુ વજન કરો તોપણ નકામું. એને ધીરેધીરે સંધુકણની જેમ એમનો જઠરાગ્નિ પ્રગટાવવો પડે. એવી દશામાં જઠરાગ્નિને પ્રદિપ કરવો હોય તો પેલા સંધુકણથી કેમ થોડોક ભૂકો નાખતા જાય તાવડા ઉપર. અગ્નિ થોડો... થોડો થોડો બળવાન થાય એવી રીતે. એવી જાતની Treatment હતી. દવા નહિ. ખોરાકની એવી જાતની Treatment હતી.
આશય એ છે કે બીજા સામાન્ય માણસોને ખાવા ન મળે તો એને આકુળતા થાય. આમને ખાવા મળે તો ખાવાની આકુળતા થતી હતી. એવું લખે છે. હજી તો ૨૫ વર્ષની યુવાન ઉંમર છે. બહેનશ્રી તો ૭૦ વટાવી ગયા હતા. આ જ્યારે વાત થઈ ત્યારે તો ૭૫ વટાવી ગયા હતા. પણ આ તો ૨૫ વર્ષની યુવાન ઉંમર છે. ૨૫ વર્ષ એ તો ભરયુવાની કહેવાય. ખાવા-પીવાનું પ્રવર્તન માંડ માંડ કરીએ છીએ.
મન ક્યાંય વિરામ પામતું નથી....' ક્યાંય ઠરતું નથી. ક્યાંય મન ઠરીને ઠામ થતું નથી. “ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. અહીંયાં કોઈ આવે એ એમને પસંદ નથી. કેમકે વ્યાપારનો ઉદય છે. આવનારને નુકસાન થવાનો સંભવ વધારે છે. કિંઈ લખી શકતું નથી.' લખવામાં પણ એટલો ઉપયોગ ચાલતો નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, વદવા એટલે કહેવાની. બોલવાની ઇચ્છા થતી નથી. પરમાર્થ વાક્ય બોલવાની પણ બહુ ઇચ્છા થતી નથી. અંતરમાં સમાઈ જવાનો ભાવ રહે છે એમ કહેવું છે. આત્મા જે ચૈતન્યસ્વરૂપ છે એ શાંત અને સુધામયી તત્ત્વ છે. શાંત સુધામયી તત્ત્વ છે. બસ! એમાં ઠરીને ઠામ, ઠરીને ઢીમ થઈને રહીએ.
કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી; એને જવાબ