________________
ચજહૃદય ભાગ-૫
સમાધાન :- હા. “એહ તત્ત્વ ચિત્ત ચાવે” ચાવે એટલે ઘૂંટે, વાગોળે, સ્વાદઆસ્વાદ લે, ઘોલન કરે. ભૂમિકા પ્રમાણે બધા અર્થ કાઢી શકાય.
મુમુક્ષુ :- નિર્દોષ થવાની ભાવનાને વારંવાર ચકાસે.
પૂજ્ય ભાઈશ્રી - ભાવનાને ચકાસવી એટલે અવલોકન કરે એને તો ખબર પડે જ કે મારું જીવનનું ધ્યેય શું છે ? જીવનમાં એક ધ્યેયથી આખો સંસાર ચાલે છે કે બાહ્ય પદાર્થો મેળવવા, વધુમાં વધુ એમાં વૃદ્ધિ કરવી અથવા કોઈ સંતોષ પકડનાર હોય તો જે છે એને જાળવીને સાચવી રાખવા કે જેથી આપણને કાંઈ તકલીફ પડે નહિ. આ ધ્યેય તો બધા જીવોનું છે જ અને એ સંબંધીનો રાગ પણ તીવ્ર રસે કરીને -અનાદિથી ઘુંટતો આવ્યો છે. એ ધ્યેય તો છે જ તે. એટલે જીવ સંસારાર્થી તો અનાદિથી છે. ધનાર્થી તો અનાદિથી છે. ધનાર્થી કહો, સંસારાર્થી કહો અનાદિથી છે..
મોક્ષાર્થી થવું એમાં આત્માર્થીપણું ઉત્પન થશે. જો મોક્ષાર્થી થવું હશે તો આત્માર્થીતા આવશે, નહિતર આત્માર્થતા નહીં આવે. તો એને પરિપૂર્ણ શુદ્ધ એ મોક્ષ છે. પરિપૂર્ણ શુદ્ધતાનું ધ્યેય એ જો એને નિશ્ચિત થઈ જાય કે આ જ મારા જીવનનું ધ્યેય છે, તો બધા પરિણામ ધ્યેયને અનુસરીને આપોઆપ ચાલવા માંડશે. એ Automatic છે. એ આપોઆપ જ થાય છે. પછી કરવું નથી પડતું. કેમકે જેને જ્યાં જાવું છે એ બાજુ જ એની ચાલ પકડશે, ભલેને વાતો કરતો હોય. ઘરે જાવું છે તો વાતો કરતા કરતા ઘરે જ જવાનો છે. એવું નથી કે વાતોમાં ધ્યાન છે એટલે બીજાના ઘરમાં ગરી જાય છે. એવું નથી થતું કે અધવચ કોઈ કોકના ઘરમાં ચાલ્યું ગયું. બરાબર ભાન રહે છે કે હું મારા ઘર બાજુ જ ચાલું છું. એમ બીજા ઉદયના અનેક કાર્યો આવી પડશે, નહિ આવે એવું નથી. એ તો પૂર્વકર્મનો ઉદય છે ત્યાં સુધી આવવાનો જ છે. પણ જેનું ધ્યેય બદલાણું છે તેની ચાલ બદલાશે. આ સીધી વાત છે.
પ્રશ્ન :- સામા માણસની વૃત્તિ તરત સમજી જાય છે અને પોતાની વૃત્તિ નથી ધ્યાનમાં આવતી. એનું શું કારણ ?
સમાધાન :- તીવ્ર પરલક્ષ છે અને તીવ્ર દોષદષ્ટિ છે, દોષની દૃષ્ટિ છે. કેમકે બીજાની વૃત્તિમાં એ દોષ જ જોવે છે. શું જોવે છે ? બીજાના દોષ જોવે છે.
મુમુક્ષુ – સારી કે ખરાબ કોઈ પણ ભાવના તરત સમજી જાય છે. પોતાની.