________________
પત્રાંક–૩૧૪
૭૯
કોઈ નિશ્ચયાભાસી થાય છે. કોઈ વળી એમ સમજે છે કે નિશ્ચયાભાસી પણ મારે ન થવું જોઈએ, મારે વ્યવહારાભાસી પણ ન થવું જોઈએ. માટે નિશ્ચય ઉ૫૨ વજન દેવું અને વ્યવહા૨ ઉપ૨ પણ વજન રાખવું અને મારી ભૂમિકાનો માટે બરાબર વ્યવહાર પાળવો, તો ઉભયાભાસી પણ કોઈ થાય છે. ત્યાં પણ એનું બંને ઉ૫૨નું વજન ખોટું હોય છે. અને એનું કારણ એક જ કે એને અંદ૨માં ઓળખાણ નથી. એટલે જે પ્રકારે ઓળખાણ થઈને વજન આવવું જોઈએ અને એ વજન આવતા પણ પર્યાયના પડખાનું સંતુલન જળવાવું જોઈએ આ પરિસ્થિતિ નથી ઊભી થતી.
મુમુક્ષુ :- વ્યવહારમાં ભૂલ કરે એમ કહે કે એના વ્યવહારના ઠેકાણા નથી ... પૂજ્ય ભાઈશ્રી :- બરાબર છે. એ તો એમ જ છે. એટલે શું છે કે વ્યવહારની ભૂલ ક્યારે ટળે ? કે પોતાને નિર્દોષ થવું હોય ત્યારે ટળે. પોતાના દોષ અપક્ષપાતપણે જોઈ શકતો હોય, અવલોકન કરી શકતો હોય; એ અવલોકન કરતા એને પક્ષપાત અને બચાવ ન આવતો હોય ત્યારે વ્યવહારની ભૂલ ન કરે. તો વ્યવહારની ભૂલ નહિ કરે. પછી જો એ દ્રવ્યની શોધ કરશે કે મારે અવલંબન લેવા યોગ્ય શું છે ? આવું નિર્દોષ થવા માટે, પૂર્ણ નિર્દોષ થવા માટે અવલંબનભૂત તત્ત્વ શું છે ? તો જ્ઞાની તો કહે છે કે તું જ્ઞાનસ્વભાવી આત્મા છો એ તારા અવલંબનનો વિષય છે એની ઓળખાણ કર, ઓળખીને અવલંબન લે. એટલે એમાં દ્રવ્ય-પર્યાયનું સમ્યક્, સમુચિત વલણ રહેશે અને કોઈપણ પ્રકારે તું દોષમાં નહિ આવી જા. નહિતર માર્ગ અવશ્ય સૂક્ષ્મ છે. આ માર્ગ અવશ્ય સૂક્ષ્મ તો છે જ અને એને કોઈ સ્થૂળ કરીને ગ્રહણ કરવા ચાહે તો એવી રીતે કાંઈ સ્થૂળ થાય નહિ.
કોઈ એમ કહે કે હીરાની નજર બહુ ઝીણી નજર છે એના કરતા જાડી નજરે હીરો પરખાય એવો કાંઈક રસ્તો ખરો કે નહિ ? એનો બીજો કોઈ રસ્તો જ નહિ. એ નજ૨ કેળવવી જ રહી. માર્ગ સૂક્ષ્મ છે, સ્વભાવ સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મતામાં આવવું એ કાંઈ આત્માને માટે મોટી વાત નથી. કેમકે સ્વરૂપે કરીને પોતે સૂક્ષ્મ સ્વભાવી છે. એ તો એનો ધર્મ છે. એટલે એને કાંઈ સૂક્ષ્મતાથી ડરવા જેવું, ભય પામવા જેવું કે બીજી કોઈ કલ્પના કરવા જેવું નથી કે આવી સૂક્ષ્મતા કેમ આવી શકે. આનંદઘનજી'ના બે પદ ૩૧૪માં લીધા છે.
પ્રશ્ન :- અહીંયાં ચાવવું એટલે વાગોળવું એવો અર્થ છે ?