________________
૭૮
ચજહૃદય ભાગ-૫
આ અસ્તિ-નાસ્તિથી અવસ્થાનું જ્ઞાન થયું.
હવે પોતે જ્યારે અંતર સંશોધનથી પોતાના મૂળ સ્વરૂપના નિશ્ચય ઉપર આવે છે કે હું ત્રિકાળ શુદ્ધ એક આત્મા છું. મારું મૂળસ્વરૂપ અનંતજ્ઞાન, અનંતસુખ આદિ દિવ્યગુણોથી સંપન્ન છે અને શાશ્વત એવું જ છે. એવો જ્યારે પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યારે એને દ્રવ્યનું જ્ઞાન થયું. દ્રવ્યમાં રહેલા ગુણોનું-શક્તિઓનું
અનંતજ્ઞાન, અનંતસુખનું પણ જ્ઞાન થયું. પર્યાયનું (જ્ઞાન) તો પહેલાં કરેલું છે. તો ક્લિાસમાં બેઠા વગર દ્રવ્ય-ગુણ-પયયનું જ્ઞાન થઈ ગયું. થયું કે ન થયું ?
મુમુક્ષુ - બે લિટીમાં આખું દ્રવ્ય-ગુણ પૂરું કરી નાખ્યું.
પૂજ્ય ભાઈશ્રી - એના દ્રવ્ય-ગુણ-પર્યાય થઈ ગયા અને તે યથાર્થ થયા. પેલા (શીખેલા) હજી યથાર્થ નથી. પાઠશાળામાં ભણ્યો ત્યારે હજી યથાર્થ નથી. ત્યારે તો હજી એણે ભેદ પ્રધાન સમજણ કરી છે. અને એ ભેદ પ્રધાનતા તો એવી છે કે જો ભેદ પ્રધાનતા ન છૂટે તો અભેદ સુધી પહોંચે જ નહિ. એટલે એ તો એક બુદ્ધિપૂર્વકના વિપર્યાસને તોડવા પૂરતી જ એમાં મર્યાદા છે, એથી વધારે કોઈ મર્યાદા એમાં નથી.
મુમુક્ષ :- તત્ત્વ નિર્ણયમાં આની જરૂર...
પૂજ્ય ભાઈશ્રી :- તત્ત્વનિર્ણયમાં આ પ્રકારે નિર્ણય થવો જોઈએ. તત્ત્વ નિર્ણય આ પ્રકારે છે કે પ્રથમ એને પોતાને નિર્દોષ થવાની ભાવના એટલે રુચિ હોવી જોઈએ અને રુચિપૂર્વક પદાર્થજ્ઞાન કરે. નહિતર પર પદાર્થનું કરશે. સ્વરૂપ મહિમાનો વિષય ચાલ્યો ને ત્યાં ! નહિતર પર પદાર્થનું જ્ઞાન કરશે, બીજા આત્માનું જ્ઞાન કરશે, Third person નું જ્ઞાન કરશે. આ સ્વરૂપનું જ્ઞાન કરવું છે, તો રુચિપૂર્વક કરવું પડશે. એ ચિમાં પ્રથમ અવસ્થાનું જ્ઞાન છે પછી પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય થતી વખતે એને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનું જ્ઞાન યથાર્થ થાય છે અને એટલે જ એને દ્રવ્ય-પર્યાય વચ્ચેનું સંતુલન જળવાય છે. નહિતર શું થાય છે કે અનાદિ પર્યાય ઉપરનું વજન છે એટલે કોઈને તો દ્રવ્યની સમજણ કરવા છતાં દ્રવ્ય ઉપર વજન જતું નથી. કોઈને દ્રવ્યની સમજણ થાય છે અને એટલો ખ્યાલ આવે છે કે વજન દેવા જેવી આ ચીજ છે. આ તત્ત્વ ઉપર વજન જવું જોઈએ. તો યથાર્થ નહિ હોવાથી એવી રીતે વજન દે છે કે એ સંતુલન ગુમાવીને નિશ્ચયાભાસી થાય છે. વ્યવહારાભાસી અનાદિનો છે.