________________
રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- પછી Accident ન થાય તો શું થાય ? એ ગાડીને પછી Break નહિ રહેવાની. એ Break વગર ગાડી ચાલવાની છે. પછી Accident નહિ થાય તો શું થાશે?
પ્રશ્ન :- શરૂઆત કોને કરી કહેવાય ?
સમાધાન - પરિપૂર્ણ શુદ્ધતા એ જીવનનું ધ્યેય બંધાય જાય ત્યારે શરૂઆત થઈ. ગુરુદેવશ્રી” એ બહુ સુંદર સૂત્ર જેવી એ વાત કરી છે “પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. એ સિવાયની બીજી કોઈ વાતમાં શરૂઆત માને તો તે એ અવાસ્તવિક એટલે શરૂઆતની ખોટી વાત છે. શરૂઆત જ નથી થઈ. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ પૂર્ણતાને લક્ષે એટલે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના લક્ષે ? તો કહે નહિ, અહીંયાં એ વાત નથી. અહીંયાં પૂર્ણ શુદ્ધ મોક્ષદશાની વાત છે. ગુરુદેવ પાસે આ બધી ચોખવટ થયેલી છે. નહિતર લોકો વળી ત્યાં ઉતારી જાય છે.
મુમુક્ષુ :- ગુજરાતી આત્મધર્મમાં આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. આ તો આત્મધર્મમાં તો આવી જ જાય ને. બધા પ્રવચનોની અંદર ઘણી વાતો બહાર આવી ગઈ છે. આત્મધર્મમાં પણ આ વાત આવી ગઈ છે કે પૂર્ણતાને લક્ષે એટલે પૂર્ણતા એટલે ત્રિકાળી પૂર્ણ સ્વભાવ કે પૂર્ણ શુદ્ધ પર્યાય? તો કહે, નહિ. અહીંયાં પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે.
કેમકે જે જીવને પ્રવેશ કરવો છે, શરૂઆત કરવી છે એટલે પ્રવેશ કરવો છે તો પ્રવેશમાં તો પહેલી એ વાત આવશે કે હું અશુદ્ધ છું માટે મારે અશુદ્ધતા ટાળવી રહી. એ વગર બીજી વાત, આગળની વાત કઈ રીતે આવે ? પછી અવલંબન કોનું લેવું અને કોનું છોડવું એ પછી વાત છે. પણ પહેલાં તો પોતે ક્યાં ઊભો છે ? કે હું અશુદ્ધિમાં ઊભો છું. “અધમાઅધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ? આ આવી જાય છે. આ પ્રકાર આવે છે. અને આ જ્યારે એને પોતાના દોષ સમજાય છે ત્યારે એનો આત્મા રડે છે કે અરે! હવે તારે કેટલું દુઃખી થાવું છે ? અનંત કાળથી રઝળ્યો, દુઃખી થયો અને ન સમજ તો હજી અનંત કાળ દુઃખના ડુંગરામાં ધકેલાઈ જઈશ. ક્યાં સુધી તારે દુઃખી થાવું છે ? એમ પોતે પોતાને સમજાવ્યા પછી બહાર આગળ નીકળી શકે એવું છે.
મુમુક્ષુ :- આત્મા પોતાને જ્યારે સમજાવે છે તો...