________________
પત્રાંક—૩૧૪
૮૧
પૂજ્ય ભાઈશ્રી :- પણ એમાં સારી ઓછી સમજાય છે, ખરાબ જ વધારે સમજાય છે. બીજા ઉપ૨ જ્યાં સુધી નજર છે ને ત્યાં સુધી બીજાના દોષ જોવાનું વધારે બને છે. ગુણને Appreciate કરવો એ સહેલી વાત નથી. અને એ તો ત્યારે જ થાય છે કે પોતાને ગુણની દૃષ્ટિ પ્રગટ થાય, ગુણ પ્રગટાવવાનું ધ્યાય થાય ત્યારે બીજાના ગુણ સારી રીતે જોઈ શકે છે અને ત્યારે તો એ ગુણગ્રાહી એવો થાય છે કે બીજાનો નાનો ગુણ હોય તોપણ ધ્યાનમાં લે. ભલે દોષ ઘણા છે પણ આટલો ગુણ છેને આપણે એ પકડવા જેવો છે, એ કેળવવા જેવો છે. એમ એની દૃષ્ટિ દોષને ગૌણ કરીને ગુણ ઉપર જાશે. નહિતર તો લગભગ દોષ જ જોશે. અને એવું પરલક્ષ તો અનાદિથી છે. એ કાંઈ નવું સમજવાનું કે શિખવાનું નથી. અનાદિથી પરલક્ષી જ છે. સ્વલક્ષ કેળવવાનું છે.
મુમુક્ષુ :– આ મૂળમાં જ ભૂલ છે એવું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ જ જગ્યાએ શરૂઆતમાં જ ભૂલ છે. શરૂઆતની ભૂલ ન મટે તો આ કાર્યની શરૂઆત ન થાય. બીજું બધું થાય, આ કાર્યની શરૂઆત ન થાય. અને અનાદિથી એક્કે વાર શરૂઆત થઈ નથી એ વાત પાક્કી છે. એક્કે વાર પણ એણે મોક્ષમાર્ગે ચડવું જોઈએ એવી શરૂઆત જે કરવી જોઈએ એ શરૂઆત નથી કરી હજી. કર્યું છે ઘણું એણે, ધર્મના નામે અને ધર્મના બહાને ધમાલ ઘણી કરી છે. કોઈ દિવસ શરૂઆત નથી કરી.
પ્રશ્ન :- એ વાત વગ૨ ?
સમાધાન :- હા, શરૂઆત જ નથી થઈ. શરૂઆત થઈ હોય તો શરૂઆત થઈ હોય એ રસ્તે આગળ જ વધે, બીજું કાંઈ ન થાય. એટલે એ વિચારવા યોગ્ય છે કે ભલે ઘણી વાતો સમજવામાં આવી હોય પણ તેથી શું ? શરૂઆત થઈ ? વાત તો ઘણી સાંભળી, ઘણી સમજમાં લીધી પણ શરૂઆત નથી થઈ એનું શું ? હજી તો શરૂઆત પણ નથી થઈ. એનું શું ? બસ ! અહીંથી ઊપડે તો ક્યાંય સમજણનું અહમ્પણું ન આવે.
મુમુક્ષુ :– શરૂઆત નથી થઈ અને પછી એમ સમજે કે હું બહુ સમજું છું. પૂજ્ય ભાઈશ્રી :– પણ તું સમજ્યો ઘણું પણ શરૂઆત ન થઈ એનું શું હવે ? મુમુક્ષુ :- શરૂઆત થઈ નથી છતાં એમ સમજે છે કે મને
....