________________
પત્રક–૩૧૪
આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે, શિષ્યના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. પહેલી ગાથામાં જે ટીકા કરી એ પદ્ધતિ. એવી રીતે પણ પોતાના સમાન કરે છે. આનંદઘનજીનું બહુ સારું પદ છે. બીજું પણ “આનંદઘનજી નું જ છે.
આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાલે.” “આત્મધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે’ અહીંયાં ઈણ એટલે સંસાર. જે કોઈ આત્મધ્યાન કરે એ પછી ફરી સંસારમાં ન આવે. આ બસ સંક્ષેપ આટલો જ છે. સ્વરૂપધ્યાન કરવું એટલો જ સંક્ષેપ છે. બાકી બધું વાક્યજાળ છે-વચનની જાળ છે. જેટલું લાંબુંલાંબું લાંબું... કહેવાય છે એ બધી વચનકાળ છે.
આ સિવાયનું બધું વચનકાળ જે જાણે છે એ અંદરમાં પોતાના ચિત્તમાં આત્મતત્ત્વને ચાવે છે. ચાવે છે એટલે જેમ કોઈ વારંવાર સ્વાદ લે છે. ચાવતી વખતે શું કરે છે ? ખુબ સ્વાદ લેવાની એ પ્રક્રિયા છે. ચાવવું તો ચાવવું છે પણ એ વખતે સ્વાદ લેવાની પ્રક્રિયા છે. એમ આત્મામાં, ચિત્તમાં એટલે જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું આસ્વાદન કરે છે. આત્મધ્યાન કરે છે. એ બીજું બધું આત્મધ્યાન સિવાયનું વચન જાળ જાણીને વિસ્તારથી છૂટીને વિસ્તારના વિકલ્પોથી પણ, વિકલ્પ વિસ્તારથી પણ છૂટીને પોતાના સ્વરૂપની અંદર સ્વાદ લેવામાં પડી જાય છે. સ્વરૂપના આસ્વાદનમાં લાગી જાય છે. બાકી કોઈ લાંબી વાકયજંજાળમાં ઊતરતા નથી.
મુમુક્ષુ :- ... પર્યાય -
પૂજ્ય ભાઈશ્રી - એ તો વસ્તુ ન સમજ્યા હોય તો સમજવા માટે છે. પણ એ પણ બુદ્ધિપૂર્વકના વિપસને તોડવા પૂરતી જ મર્યાદા છે. બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ઊભો થયો હોય એવા જીવને. બાકી જેને બુદ્ધિપૂર્વકનો વિષયસ એવો નથી એ તો સ્વરૂપ નિશ્ચય બાજુ આવે છે. ત્યારે સ્વરૂપ નિશ્ચય પહેલાં એને શું ઊભું થયું છે? કે મારે નિર્દોષ થવું છે, મારે શુદ્ધ થવું છે. તો એ તો અવસ્થા જ્ઞાન થયું. અવસ્થાનું જ્ઞાન અતિ અને નાસ્તિથી બંનેથી થયું કે વર્તમાનમાં મારી અવસ્થા દોષિત છે. અનેક પ્રકારના રાગ-દ્વેષ, મોહના દોષ ભાવો મને પ્રત્યક્ષ અનુભવગોચર થઈ રહ્યા છે. આ ભાવ સારા નથી, દુઃખદાયક છે, એમાં મને ક્લેશ છે. એટલે અવસ્થાનું જ્ઞાન થયું કે આવી અવસ્થા ન જોઈએ અને આ વિનાની અવસ્થાને શુદ્ધ કહી. ભલે બીજી શુદ્ધતાની ખબર નથી પણ આ નહિ તે શુદ્ધ. આ અશુદ્ધ તો આ નહિ તે શુદ્ધ.