________________
પત્રાંક-૩૧૪
મુંબઈ, પોષ સુદ ૧૧, સોમ, ૧૯૪૮ | જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; | ભેગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે.
આતમ ધ્યાન કરે જો કોલ, સો ફિર ઇસમેં નાવે; વાક્ય જાળ બીજાં સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે.
તા. ૨૦-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૮૬
પત્રાંક - ૩૧૪ અને ૩૧૫
ban
આનંદઘનજીનું પદ છે. જિન થઈ જિનવરને આરાધ, જિનવરને પૂજે, જિનવરને આરાધ એની એક પૂર્વશરત છે કે જિન થઈને જિનવરને આરાધ. જિનભાવમાં આવીને જિનેશ્વરનું આરાધન કરવું. બહારમાં અરિહંત પરમાત્મા જિનેશ્વર છે, અંદરમાં પોતાનો આત્મા જિનેશ્વર છે. જિન થઈને આરાધ. વિષય કષાય પ્રત્યે સમ્યક્ પ્રકારે વિજય મેળવ્યો છે તેને જિન કહેવામાં આવે છે. પછી આંશિક વિજય કહો કે પૂર્ણ વિજય કહો. પૂર્ણ વિજય કહેતા એને જિનવર કહે છે, આંશિક વિજય કહેતા એને જિન કહે છે.
કરણાનુયોગમાં નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી આચાર્યમહારાજ કરણલબ્ધિના પરિણામમાં “જિન” શબ્દનો પ્રયોગ કરે છે. અપૂર્વકરણ જ્યાં આવ્યું, ત્રણ કરણમાં બીજું અપૂર્વ કરણ છે, અપૂર્વકરણમાં આવ્યો એટલે એ જિન થયો. સમ્યફ પ્રકારે આત્માભિમુખ થઈને એણે વિજય મેળવ્યો પહેલો મિથ્યાત્વ ઉપર. મિથ્યાત્વ ઉપર વિજય