________________
રાજહૃદય ભાગ-૫ રહે છે. જ્ઞાનીપણાનો જરા પણ દેખાવ કે ડબર કરતા નથી. એવી રીતે રહે છે.
અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. એવા કોઈ પાત્ર જીવો નથી. આ તો બહુ પાત્ર જીવ હોય તે પકડી શકે. નહિતર પકડી ન શકે.
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે.” “મહાવીર સ્વામીને જે જ્ઞાન હતું તે જ્ઞાન અમારા આત્મામાં છે, એમ સહજ સ્મરણ થતાં તમને લખ્યું છે. એવું સ્મરણ થતાં તમને લખ્યું છે કે અમારા આત્મામાં અત્યારે જે આત્મજ્ઞાન વર્તે છે એવું આત્મજ્ઞાન ભગવાન “વર્ધમાન' સ્વામીને વિષે હતું. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે.” એટલે તીર્થંકરદેવ જે બોધ કહેતા હતા તે અમને અત્યારે સાંભરે છે. સમવસરણમાં અમે સાંભળ્યું છે. પોતાને જાતિસ્મરણ જ્ઞાન હતું અને સમવસરણનું કોઈ સ્મરણ પણ એમને આવે છે.
એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો.” જુઓ! હવે અહીંથી એમને દ્રવ્યાનુયોગ ઉપર લઈ જાય છે. અત્યાર સુધી એમને વેદાંતની ભાષામાં એમણે વાતો કરી. લખાપટ્ટી કરી. હરિઇચ્છા આમ છે અને શ્રી હરિ આમ છે, ફલાણું આમ છે, ઈશ્વર ઇચ્છા આમ છે. હવે એમ કહે છે કે તમે પદાર્થને સમજો. અમને જે જ્ઞાન છે એ અમે તીર્થંકર પાસેથી લઈને આવ્યા છીએ. તીર્થકરથી સાંભળેલો બોધ અમને સાંભરે છે, સ્મરણમાં આવે છે કે ભગવાન આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા અને અમારા પરિણમન સાથે આજે Tally થાય છે. એ જ્ઞાન અને અમારું પરિણમન બરાબર Tally થાય છે. એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો.' બીજી વાત ભૂલી જાવ. કોઈ પૂર્વગ્રહ હોય તો છોડી દો. પૂર્વના આગ્રહો મૂકી દો. પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેત નહોતો. એમ કરીને અહીંયાં આ પત્ર સમાપ્ત કર્યો છે.