________________
પત્રાંક-૩૧૩ આપવો એ જાણીએ છીએ પણ લખવામાં ઉપયોગ ચાલતો નથી. ચિત્તનો પણ ઝાઝો સંગ નથી,...” ચિત્ત એટલે મન. મનમાં જે વિકલ્પો થાય છે એ વિકલ્પોથી ભિન્ન અમારો આત્મા અંતર પરિણમનમાં વર્તે છે, એનો પણ સંગ કરતા નથી. ચિત્ત છે, મન છે એ બહિભવ છે અને આત્મા અંતર્મુખ ભાવે વર્તે છે. એને એની સાથેનું એકત્વ નથી. ઝાઝો સંગ નથી એટલે એની સાથેનું, વિકલ્પ સાથેનું એકત્વ નથી. આત્મા આત્મભાવે વર્તે છે.' અમારો જે આત્મા છે એનું મુખ્ય જે અમારું પરિણમન છે એ આત્મભાવરૂપ છે.
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે....' પ્રતિસમય અમારો આત્મરસ, આત્મભાવ થોડો વધતો નથી, બહુ વધે છે. બહુ વધે છે. ગણતરીના વર્ષો લઈએ તો લગભગ સાડા દસ વર્ષની એમની જ્ઞાનદશા છે. ચોવીસમાં વર્ષે સમકિત થયું છે. તેત્રીસ વર્ષ અને સાડા પાંચ મહિને, ૩૩ વર્ષ પાંચ મહિના અને વીસ દિવસ. ચૈત્ર વદ પાચમેં દેહત્યાગ કર્યો છે. અત્યારે તો તેત્રીસ વર્ષ એટલે યુવાન ઉંમર જ ગણાય. સાડા દસ વર્ષની સાધકદશામાં, જ્ઞાનદશામાં માત્ર એક ભવ બાકી રહે એટલા જ કર્મ Balance – બાકી રહી ગયા, બાકી નિર્જરા થઈ ગઈ. કેમ ? કે, સાધકદશામાં ઘણો પુરુષાર્થ કરેલો, ઘણો પુરુષાર્થ ચાલેલો અને પોતે ૨૫માં વર્ષે લખે છે. જ્ઞાનદશાને હજી સવા વર્ષ થયું છે.
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ.” થોડી નહિ. ગુણ એટલે Square. ૫ x ૫ = ૨૫, ૨૫ x ૨૫ = ૬૨૫, ૬૨૫ x ૬૨૫ એમ. એવી રીતે કર્મની નિર્જરા (થાય છે). બહુ જ સારી દશા હતી. આ કાળમાં આવા જ્ઞાની થાય એ આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે. ભૂલા પડેલા જ અહીંયાં આવે. નહિતર અહીંયાં આવે જ નહિ. આવા બધા જ્ઞાનીઓ મહાવિદેહમાં હોય. પણ કોઈ કોઈ જીવોના સદ્ભાગ્ય હોય છે કે અહીંયાં આવી ચડે છે તો કંઈકનો ઉદ્ધાર થઈ જાય છે.
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. બીજાને ખબર પડે એવી રીતે અમે રહેતા નથી. બીજાને ખ્યાલ જ ન આવે કે અંદરમાં અમે ક્યાં ચાલીએ છીએ. અંતરમાં ઊંડા... ઊંડા... ઊંડા આત્મસ્વભાવમાં વિચરતા હોવા છતાં બહારમાં કોઈને ગંધ ન આવે કે અંદર શું ચાલે છે. બીજા સમજી ન શકે અને કોઈ ન સમજે એમ જ પોતે