________________
પત્રાંક ૩૧૩
૭૧
જે પ્રવૃત્તિ છે એ માંડ માંડ થાય છે, એટલો ઉપયોગ ચાલતો નથી. જાણે પરાણે પરાણે કરવું પડે, બળજબરીથી કરવું પડે એવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ.
હવે જુઓ ! જ્ઞાનીની દશા અને મુમુક્ષુની દશાની આપણે તુલના કરીએ કે મુમુક્ષુને ખાવા પીવાનું અટકાવ્યું નથી. હજી તો છાશ-રોટલીમાં Transfer કર્યું છે, તોપણ માંડ માંડ થાય છે. આ તો કહે છે, ખાવા પીવાનું જ માંડ માંડ થાય છે, કેટલો બધો ફેર ? શાનીની દશા જુઓ તમે ! માંડ માંડ જાણે, પરાણે પરાણે–ખાવું પીવું પરાણે થાય છે.
બહેનશ્રી'ની દશા જોયેલી. બાર વાગે જમવાનો ટાઇમ થાય એટલે બહેનો રસોઈ બનાવીને કહે, રસોઈ તૈયાર થઈ ગઈ છે. જમવા પધારવું હોય તો આપ પધારો. એક જાતનો જમવાનો કોલ આવે ત્યાંથી કંટાળો આવે એમને. એટલે કોઈવાર કંટાળીને શું બોલે ખબર છે ? બસ ! આ Time થયો કે તમારા જમવાના પડઘમ વાગ્યા, એમ કહે. પડઘમ વાગ્યા એમ કહે, પડઘમ એટલે શું ? એવી વાતો અમને કાનમાં વાગે છે. પડઘમ વાગે ને ? એટલે બહુ અવાજ થાય એટલે માણસ કંટાળી જાય. ન ગમતો અવાજ. એમ આ તમે જમવા બોલાવો છો એ અમને ગમતું નથી, એમ કહે. પછી ઉદાસભાવે થોડુંક ખાય લઈએ. પણ ઉદાસભાવે ખાય. માંડ માંડ જાણે ખાતા હોય એવું લાગે. એક દોઢ રોટલી, એક દોઢ થેપલું કાંઈક ખાધું. એ પણ છાશ સાથે થેપલું ખાય લેતા હતા. એકાદું શાક બનાવ્યું હોય, ક્યારેક લેવું હોય તો લે, નહિતર ન લ્યે. છાશનો અડધો ગ્લાસ અને એક-દોઢ થેપલું. વાત પૂરી જમવાની. પણ એ પણ પરાણે પરાણે.
એક વખત તબીયત ખરાબ હતી અને એક વૈદ્યરાજને અમે લઈ ગયેલા. એ વૈદ્યરાજે બહેનશ્રી'ને બહુ બીજી ઢબથી વાત કરી કે આપને શરીરમાં કાંઈ રોગ નથી, બીમારી નથી. ફક્ત હોજરી અને આંતર સંકુચાઈ ગયા છે એટલે પાચન નથી થતું. નાના બાળકની જે હોજરીની અને આંતરની પરિસ્થિતિ હોય એવી રીતે થઈ ગયું છે. બહુ અન્યાય કરો છો. એટલે બધાને એમ થયું કે આ વૈદ્યરાજ શું બોલે છે ? અન્યાય કરે છે. તો કહે, તમે શરીરને બહુ અન્યાય કરો છો. શરીરને ન્યાય નથી આપતા. તો કહે કેમ એમ કહો છો ? તો કહે મનુષ્યદેહ તો ઉત્તમ છે એમ તો બધા ધર્મો કહે છે. વૈદ્યરાજ ઘણું કરીને બ્રાહ્મણ હતા. મનુષ્ય છે એ તો ઉત્તમ શરીર