________________
પત્રાંક ૩૧૩
૬૯
ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે.' અમારી વિનંતી છે કે તમને જે ઉદય આવ્યો છે એ તમારો કુટુંબ પ્રતિબંધ મટાડવા માટે આવ્યો છે, લોકલજ્જાને મટાડવા માટે આવ્યો છે અને તમારા આત્માને નિર્મળ કરવા માટે આવ્યો છે. એનો તમે લાભ લ્યો એમ કહે છે.
મુમુક્ષુ :– ભલે પધાર્યાં એવું board મારી દીધું.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે જ્ઞાની બીજી રીતે કરે નહિ, બીજી રીતે કરવું એને સૂઝે નહિ. અને તમને પણ વિનંતી છે કે બીજો ઉપાય નહિ કરવો. બીજો ઉપાય એટલે શું ? કે સંયોગ સુધારવાના તીવ્ર પરિણામ તમે નહિ કરો. પણ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તમે તમારી મુમુક્ષુતાને કેળવો.
કોઈ એવા પ્રકારનો ઉદય છે...’ હવે પોતાની વાત કરે છે કે કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજું પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ.’ પોતાના પરિણમનનું એક વાક્ય લખ્યું છે. બહારમાં મન ક્યાંય વિક્રમ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી.. મુંબઈમાં મુમુક્ષુઓનો સમાગમ પણ ઇચ્છતા નથી. ‘કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી.... વદવા એટલે બોલવાની. કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી....' ઠીક ! અમારા ચિત્તનો અમને સંગ નથી. અમને અમારા આત્માનો સંગ છે, પરમાત્માનો સંગ છે. આત્મા આત્મભાવે વર્તે છે.’ અમારો આત્મા આત્મભાવે વર્તે છે. આટલી વાત એમણે પોતાની દશા વિશે લખી છે. નીચે પણ એમણે પોતાની દશા જ વર્ણવી છે. જ્ઞાનદશાની જરા ઊંડી વાત છે. એટલે થોડી વિસ્તારથી આપણે કાલના સ્વાધ્યાયમાં લઈશું. અત્યારે સમય થઈ ગયો છે.