________________
પત્રાંક-૩૧૩ નથી.' કે શું કરવા તમને આમ થાય છે ? તમને શું કરવા ચિંતા થાય છે ? સંયોગની ચિંતા તમને શું કરવા થાય છે ? તમારા જેવા મુમુક્ષને શું કરવા સંયોગની ચિંતા થવી જોઈએ ? એવું અમને નથી થતું. જુઓ ! “જ્ઞાની અન્યથા કરે નહીં.” અને જ્ઞાની છે એ જ્ઞાનીની રીતે જ માપે, જ્ઞાનીની રીતે જોવે, અન્યથા એટલે બીજી રીતે નહિ. તેમ કરવું તેને સૂઝે નહીં. અને બીજી રીતે કરવાનું એમને સૂઝે પણ નહિ. “ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. એટલે એમ કે કોઈ એવી ઈચ્છા ન કરવી કે આ પ્રતિકૂળતા મટે તો સારું, પ્રતિકુળતા મટે તો સારું. પ્રતિકુળતા. મટે તો સારું. એવો બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં. એને પ્રયોગનું સાધન બનાવવું. પ્રતિકૂળતાના ઉદયને હંમેશા હંમેશા પ્રયોગનું સાધન બનાવવું, પ્રયોગનું નિમિત્ત બનાવવું. એ તો તરવાનું પાણી છે, તરતા શીખવું છે કે નહિ ? નહિતર તમારે પાણી વગર તરતા શીખવું છે એના જેવી વાત છે. સંસાર તરવો છે કે નહિ ? તો કહે હા, તરવો છે. તો આ પ્રતિકૂળતા એ સંસારનું પાણી છે. Practice ત્યાં કરવાની છે. માટે ઇચ્છવું નહિ કે આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું.
મુમુક્ષુ :- બધી પ્રતિકૂળતા આવી જતી હોય... પૂજ્ય ભાઈશ્રી - એ બધું તો સમાધાન ન કરી શકે ત્યારે ત્યાં સુધી જાય. આ તો જે મુમુક્ષુ હોય છે, એ થોડુંઘણું તો સમાધાન કરતા જ હોય છે. બીજા સંસારી પ્રાણીઓની જેમ સાવ ન કરે એમ નથી હોતું. એ –સંસારી પ્રાણી) ભલે Sucide સુધી જાય, પણ મુમુક્ષુ હોય એને થોડું ઘણું તો સમાધાન આવે જ. તેમ છતાં પણ માત્ર બૌદ્ધિક સ્તરે સમાધાન કરવું એટલી વાત પૂરતી નથી, એ પૂરતી વાત નથી. પ્રયોગ કરવો જોઈએ, પ્રયોગ ચડવું જોઈએ અને એ રીતે પરિણામને કેળવવા જોઈએ, પરિણામને કેળવવા જોઈએ.
આ જરા વિષય બહુ Technical છે. પરિણામને દબાવવા પણ નથી, વૃત્તિને દબાવવી પણ નથી અને વૃત્તિના ઘોડાને છૂટો મૂકવાનો પણ નથી. ત્રીજો રસ્તો. પકડવાનો છે. એટલે આ કામ બહુ Technical છે. ભલભલા બુદ્ધિશાળીઓ આ