________________
રાજહૃદય ભાગ-૫ તે યોગ્ય માન્યું છે. એની અંદર બીજો ઉપાય નથી. ઉદયને ફેરવી શકાય એવું નથી અને બીજો એમાં કોઈ ઉપાય નથી.
ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું. યથાયોગ્ય રહેવા ઇશ્યા જ કરવું એ ઉપદેશ છે. એટલે કે ગમે તેવી તમારી સંયોગની પરિસ્થિતિ હોય તોપણ યોગ્ય રહેવું અને યોગ્ય રહેવા માટેનો અભિપ્રાય રાખવો એ જ ઉપદેશ છે. યથાયોગ્ય રહેવું...યથાયોગ્ય રહેવું એટલે શું ? કે પરિણામ બગડે નહિ અને પારમાર્થિક દિશામાં પરિણામ આગળ વધ્યા કરે, એનું નામ યથાયોગ્ય રહેવું. પરિસ્થિતિ ગમે તે હોય, એ પૂર્વકર્મ અનુસાર છે. અનુકૂળતાની પરિસ્થિત હોય તો છકી જેવા જેવું નથી કે અનુકૂળતાનો રસ ચડી જાય એવા પરિણામ બિલકુલ થવા ન જોઈએ. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, બન્ને શુભાશુભ કર્મનો ઉદય છે બીજું કાંઈ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, અશુભ કર્મનો ઉદય આવે, આપણા જ કરેલા કર્મનો ઉદય છે, તો એમાં ખેદ પામવા જેવું નથી. ન રાગરસ ચડવો જોઈએ. ન Àષનો રસ ચડવો જોઈએ. અને તો જ તમને આત્મરસ, ચૈતન્યરસ, વીતરાગરસ ચડી શકે. જેને ઘણો રાગરસ ચડે કે જેને ઘણો દ્વેષરસ ચડે એને આત્મરસ ચડવાનો અવકાશ નથી. કેમકે એ એક એવા રંગ છે કે જેના ઉપર બીજો રંગ ન ચડે. એક ઘાટો રંગ હોય એના ઉપર બીજો રંગ ન ચડે. આછો-પાતળો રંગ હોય એના ઉપર બીજો રંગ ચડે. એમ કદાપિ ક્યારે પણ કોઈપણ પરિસ્થિતિમાં, ગમે તેવા દેશકાળ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં રાગનો રસ કે દ્વેષનો રસ એ રાગ-દ્વેષના રંગે રંગાવા જેવું નથી. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને એ જ ઉપદેશ છે.
મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી.' જોયું! કેવું લખ્યું છે ! તમારી યોગ્યતાનો બહુ ખ્યાલ છે ને, એટલે તમારા મનની ચિંતા તમે લખી જણાવો છો. એ તો બહુ સરળ હતા ને ! એટલે છુપાવતા નહોતા. એ એમનો ગુણ જોતા હતા. અવગુણ એમાં નહોતા જોતા. એમાં એ એમનો ગુણ જોતા હતા કે જુઓ ! કાંઈ છુપાવતા નથી. જેના પરિણામ છે એવા પરિણામ લખે છે. એટલે “મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ