________________
રાજહૃદય ભાગ-૫
એમણે એમ કહ્યું કે, “ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થકરોથી અધિક છે. એક તીર્થકર બરાબર છે એમ નહિ. અનંત તીર્થકરની બરાબરીમાં ન મૂક્યા. એમને અનંત તીર્થકરથી અધિક મૂક્યા. એનું નામ ઉપકારબુદ્ધિથી ઉત્પન્ન થયેલી બેહદ ભક્તિ.
ફરીથી, ખરી ભક્તિ બેહદ હોય છે. જે વ્યક્તિને હદ હોય એ ભક્તિ ખરી ભક્તિ નથી. જે વ્યક્તિને હદ આવે, મર્યાદા આવે એ ખરી ભક્તિ નથી. ખરી ભક્તિ હોય એ હંમેશા બેહદ હોય. કે એમાં શું કરવા ? આ તો છંછેડીને નક્કી કરવા જેવો પ્રશ્ન છે કે એમાં શું કરવા ? શા માટે બેહદ ભક્તિ હોવી જોઈએ ? કેમ ? કે, લાભ પણ બેહદ થાય છે માટે, માટે એ ભક્તિનું પ્રમાણિકપણું છે.
જેમ એક તોલો સોનું ખરીદવું હોય તો પાંચ હજાર રૂપિયા (કે) જે ભાવ હોય એ દેવા પડે. અને જેની જેટલી કીમત હોય એટલી જ કીમત દઈને માલ મળે. બરાબર છે ? અને એ કીમત આપીને એટલો માલ લઈએ તો આપણે પ્રમાણિક છીએ અને કીમતથી ઓછા પૈસા આપીએ તો આપણી પ્રમાણિકતા નથી. બરાબર છે ? આપણને લાભ અનતો થાય અને આપણે ભક્તિ મર્યાદિત રાખીએ. લાભ Unlimited લઈએ અને ભક્તિ Limited આવે-બે વાતને મેળ છે ? ત્યાં તો પ્રમાણિકતા જ નથી, ખરેખર તો ખરી ભક્તિ જ નથી. બસોગાનીજીને જે ભક્તિ આવી, બેહદભક્તિ આવી એ યથાર્થ છે અને એ ખરી ભક્તિ છે, અને જેને આવે એને યથાર્થ અને ખરી આવે એ બેહદ જ હોય. આમ છે.
મુમુક્ષુ – મેં એ ભાઈને કીધું કે એવું મેં નથી વાંચ્યું પુસ્તકમાં કે ૨૫માં તીર્થંકર થશે પણ “ગુરુદેવ’ ભાવિ તીર્થંકર થશે એવું વાંચ્યું છે.
ભાઈશ્રી :- કોઈપણ જીવ ભાવિ તીર્થકર થાય એનો નિષેધ કેમ કરી શકાય ? કેમકે તીર્થકરો તો અનંતા થવાના છે. ચોવીસ તો આ ભરતક્ષેત્રમાં થાય છે. મહાવિદેહમાં તો અત્યારે વીસ તીર્થંકર મોજૂદ છે. અહીં તો એક પછી એક ચોવીસ થાય. વચ્ચે કાળનો ઘણો Period જાય. Gap પડે. કાળનો-સમયનો Gap પડે. મહાવિદેહ ક્ષેત્રમાં તો એક સાથે વીસ છે અને વધીને એકસાથે ૧૬૦ હોય.