________________
પત્રાંક-૩૧૩
૬૩
છે ? આત્મકલ્યાણ સાધી રહ્યા છે. દેવનો ભવ પૂરો કરીને મનુષ્ય થશે અને એ મનુષ્યના ભવમાં મુક્તિમાં જશે, એનો છેલ્લો ભવ છે. એવી અસાધારણ યોગ્યતાવાળાને આટલી ગરજ હોય તો બીજાને સમજાવવાની જરૂર નથી કે એને ઉપદેશ અને આત્મકલ્યાણની કેટલી ગરજ હોવી જોઈએ ?
મુમુક્ષુ :– આ બધું જોયું હશે ને ગુરુદેવે’ ?
'
પૂજ્ય ભાઈશ્રી :– એમને તો બધું પ્રત્યક્ષ જેવું જ હતું, પ્રત્યક્ષ જેવું જ હતું. શાસ્ત્રોમાં તો વાંચેલું.
મુમુક્ષુ :– બહેનશ્રીના વચનામૃત' માં આવે છે કે ‘ગુરુદેવ’ ત્યાં સમવસરણમાં
હતા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, ત્યાં મહા વિદેહક્ષેત્રમાં હતા.
મુમુક્ષુ :- પૂજ્ય બહેનશ્રીએ (સૂર્યકીર્તિ ભગવાનની વાત) કીધી અને ગુરુદેવે હા પાડી એટલે આ વાત ઘણા એમ કહે છે આ ૨૫ મા તીર્થંકરને ક્યાંથી લાવ્યા ? પૂજ્ય ભાઈશ્રી :– સૂર્યકીર્તિદેવની સ્થાપના કરી ને એટલે. ઘણા ભડકી ગયેલા. એ વાત ઉપર ઘણા ભડકયા હતા. પણ એ તો એમનું બહુમાન હતું. ભાવિ તીર્થંકર તરીકે એ પૂજ્ય છે. અને તીર્થંકર દ્રવ્ય ભાવિ તીર્થંકર તરીકે હંમેશા પૂજ્ય હોય છે, એમાં કોઈ અનુચિત નથી. એવા ઇતિહાસમાં પહેલા અગાઉના તીર્થંકરો માટે પણ એ ઘટનાઓ ઘટી છે. એ બધો શાસ્ત્ર આધાર પણ મળે છે. એટલે અમે તો ‘ગુરુદેવ’નું બહુમાન કરેલું અને એક તીર્થંકર તરીકે એમનું બહુમાન કર્યું હતું. પણ અમારે એક બીજા નિહાલચંદ્રજી સોગાની' જ્ઞાની થઈ ગયા. તમે એમનું દ્રવ્યદૃષ્ટિપ્રકાશ' વાંચ્યું છે ? નહિ વાંચ્યું હોય.
મુમુક્ષુ :– પત્રો વાંચ્યા.
પૂજ્ય ભાઈશ્રી :– દ્રવ્યદૃષ્ટિપ્રકાશ'માં પત્રો વાંચ્યા ?
મુમુક્ષુ –
પૂજ્ય ભાઈશ્રી :– હા, એનું નામ ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ' આપ્યું છે. અધ્યાત્મિક પત્ર. એમની ચર્ચા પણ વાંચવા જેવી છે. પુસ્તક ન હોય તો લઈ જજો. અમારી પાસે
...