________________
તા. ૧૧-૧-૧૯૯૮, પ્રવચન નં. ૭૩૭
પત્રક - ૩૧૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત” પત્રાંક-૩૧૩ ચાલે છે, ગુજરાતી પ્રતમાં પાનું ૩૧૦. સોભાગભાઈને પોતાનું પરિણમન વ્યક્ત કરે છે. પોતાનું અંતરંગ પરિણમન, અંતરબાહ્ય પરિણમનને દર્શાવવા પાછળ આશય એવો છે કે, અમારા પરિણમનને તમે સમજો, તો તમને એ પરિણમનનું અનુસરણ કરવાનું થઈ શકે, તમારાથી બની શકે. એટલા માટે એમણે મથાળું બાંધ્યું છે, Heading લીધું છે કે “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.” પોતે પણ જ્ઞાની છે. જો અમારા આત્માનું અવલોકન તમે કરો તો તમે પણ અમારા જેવા થઈ શકો. એટલે Heading સાથે અનુસંધાન છે. શું લખે છે ?
બહારમાં કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કિંઈક પ્રવર્તન કરી શકીએ છીએ. તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ.” શું કહ્યું? બહારમાં તો એવો ઉદય છે કે અમે વેપાર સંબંધી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. અંદરમાં અપૂર્વ વીતરાગતા છે. બહુ સારી એવી જ્ઞાનદશા વર્તતી હોવા છતાં પણ બહારમાં વ્યાપાર સંબંધીની પ્રવૃત્તિ કરી શકીએ છીએ, જે પ્રવૃત્તિમાં અશુભરાગ છે. કેવો છે ? અશુભરાગ છે. અંદરમાં અપૂર્વ વિતરાગતા છે, બહારમાં અશુભરાગની પ્રવૃત્તિ ચાલે છે.
“તેમ જ એટલે એ ઉપરાંત બીજા પણ.... રોજના ઉદય પ્રમાણે ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. એટલે એમાં તો જરાપણ મન લાગતું નથી. જાણે પરાણે પરાણે કરતા હોય એવી રીતે કરીએ છીએ. વ્યાપારનું બંધન તો સ્વીકાર્યું છે એટલે એ પ્રવૃત્તિ કરી લઈએ છીએ કે આ તો આપણે પોતે ભૂતકાળમાં બંધન સ્વીકારી લીધું છે, હવે આમાં બીજો ઉપાય નથી. આમાંથી છટકી શકાય, છૂટી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે એ પ્રવૃત્તિ પોતે કરી લે છે. ખાવાપીવા વગેરેની