________________
૬૮
ચજહૃદય ભાગ-૫ વિષયની અંદર નિષ્ફળ ગયા છે, થાપ ખાય જાય છે. કાં તો પરિણામને દબાવે અને ત્યાગ કરી નાખે કે આપણે ત્યાગ કરો. આ છોડી દ્યો... આ છોડી દ્યો. આ છોડી ધો. અંદરમાં અભિપ્રાય બદલાય નહિ અને રસ છૂટ્યો ન હોય અને દબાણ કરે. Spring ને દબાવો તો) એટલી જ જોરથી ઊછળશે પાછી. એટલે એ વૃત્તિ Spring જેવી છે. ક્યાંક દબાવી રાખી હશે, મોઢું કાઢશે, જોરથી ઊછળશે. રસ્તો ખોટો છે. વૃત્તિદમનનો રસ્તો સાચો નથી. તેમ વૃત્તિને છૂટી મૂકી દેવી. શું કરીએ ? ભાઈ ! અમારા પરિણામ બગડી જાય છે, બહુ વિકલ્પ આવે છે–એ રસ્તો પણ સાચો નથી.
રસ્તો ત્રીજો પકડવાનો છે કે એ જ ઉદયને પ્રયોગનું સાધન બનાવીને પરિણામને કેળવવા, અને એમાં કેટલી બાંધછોડ કરવી એ બહુ Technical વિષય છે અને એમાં સત્સંગની બહુ જરૂર પડે છે, એમાં સત્સંગના માર્ગદર્શનની પણ ડગલે ને પગલે બહુ જરૂર પડે છે. એટલા માટે સત્સંગને વિશેષપણે આદરવા યોગ્ય, ઉપાસવા યોગ્ય. આશ્રય કરવા યોગ્ય વિશેષપણે કહેવામાં આવ્યો છે. એનું કારણ આ છે કે આમાં ભૂલ ખાય છે, આમાં જીવ ભૂલ ખાય જાય છે. Balance રહેવું મુશ્કેલ પડે છે. કાં દમન કરે, કાં છૂટી મૂકી દે-Balance ન રાખી શકે.
અભિપ્રાયને ઠીક કરવો અને પરિણમનનું સંતુલિતપણું રાખવું. એટલે તો આપણે આના ઉપર એક આખો Article લખ્યો હતો. આત્મસંતુલન કરીને એક આખો Article આના ઉપર લખેલો છે. “તત્ત્વાનુશિલન' આત્મસંતલન છે ને ? એ આ વિષય ઉપર લખેલો Article છે. એમાં જરા ઝીણું કર્યું છે.
મુમુક્ષુ :- બહુ Deep માં ગયા છો.
પૂજ્ય ભાઈશ્રી - એ તો વિષય જ Deep છે જરા. બહુ Technical વિષય છે, પણ સત્સંગે એ સમજાય એવું છે. પાત્રતાએ કામ થઈ શકે એવું છે. અને અનંતકાળે એ કામ નથી કર્યું. ભૂલ્યો છે અહીંયાં. ઉદયમાં ભૂલ્યો છે. કાં ઉદયમાં વૃત્તિને દબાવી છે, કાં ઉદયમાં વૃત્તિને છૂટી મૂકી દીધી છે. મુંઝાઈ જાય, સહન ન કરી શકે એટલે છૂટી મૂકી દે અને કાં ખોટી રીતે દબાવી અને વૃત્તિ દમન કરે. અને એમાં કાંઈ અભિપ્રાય પલટાણો ન હોય, રસ પલટાણો ન હોય તો કામ થાય નહિ.