________________
૬૨
ચજય ભાગ-૫
બસ! બાકી બીજું બધું ગૌણ છે. બીજા બધા એને અનુસરીને એના આનષંગિક પરિણામ પછી હોય છે. એનો જે મુખ્ય મુદ્દો છે એ આટલો જ છે કે પોતાને ગરજ કેટલી છે ? એ ગરજ બતાવવા “ગુરુદેવશ્રી’ તો જ્ઞાનીનું દર્ગત આપતી હતા કે જ્ઞાનીને કેટલી ગરજ હોય છે ? મુમુક્ષુની વાત તો મુમુક્ષુએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજી લેવી જોઈએ. અને એના માટે સમવસરણમાં સૌધર્મ ઈન્દ્ર સાંભળવા આવે ત્યારે કેવી રીતે આવે છે ? એનું વર્ણન બહુ રોચક શૈલીમાં કરતા હતા.
સૌધર્મ ઈન્દ્ર એટલે ૩ર લાખ વિમાનનો સાહેબો. કેટલા? ૩૨ લાખ ગામ નહિ. ૩૨ લાખ વિમાન એટલે એના બહુ મોટા દેશ હોય છે. પૃથ્વી ઉપર એવડા મોટા દેશ ન હોય. હિન્દુસ્તાન નાનો પડે, “ચાઈના' નાનું પડે, “અમેરિકા અને યુરોપ બધું નાનું પડે. અરે. આ પૃથ્વીનો ગોળો નાનો પડે. કેમકે આમાં ૬ અબજ જ છે. ૫૯૫ કરોડ. વિમાનમાં અસંખ્ય દેવો હોય અને અહીંયાં તો સાંડ-માંકડ પણ રહેતા હોય, કોઈને એક રૂમ હોય, કોઈને બે રૂમ હોય, પેલા તો બધા પુણ્યશાળી. મોટામોટા મહાલયો હોય એને. એટલે એના પ્રમાણમાં અની જગ્યા હોય ને ? અહીંયાં તો કોઈને નાની ઓરડી હોય, તો કોઈ ફૂટપાથ ઉપર પણ હોય. ત્યાં કોઈ એવી રીતે ન હોય. ત્યાં બધા મોટા-મોટા વૈભવશાળી મહેલાતો હોય, દેવોના મહાલયો હોય. એવા એક-એક વિમાનમાં અસંખ્ય દેવો હોય, એવા ૩ર લાખ વિમાનનો ધણી, એ ભગવાનના તીર્થંકરદેવના સમવસરણમાં સાંભળવા આવે ત્યારે ગુરુદેવ' Action કરીને બતાવે પાછા, એમ કહે આમ ગલુડિયાની જેમ બેસે. પોતે એમ કરે. આમ ગલુડિયાની જેમ સાંભળવા બેસે. ઠ થઈને ન બેસે કે હું મોટો રાજા છું. ભલે દાગીના, કપડા, મુગટ બધું એના પ્રમાણમાં પહેર્યું હોય. જ્ઞાની છે, એકાવતારી છે, અંતર વૈરાગી છે અને છતાં એના પ્રમાણમાં એને વૈભવ એટલે દેખાવ એના પ્રમાણમાં હોય. મોટો વૈભવશાળી લાગે. અંતરમાં વૈરાગી હોય. ઈન્દ્રાસનની સામું જુએ ત્યાં એને દુઃખ લાગે, આકુળતાનો અનુભવ થતો હોય, એને પકડાતું હોય. ઈન્દ્રાસન પણ એવું દૈવી! દેવીરત્નોનું બનેલું હોય. દુઃખનું નિમિત્ત છે. અને સમવસરણમાં આવે ત્યારે ગલુડિયાની. જેમ સાંભળવા બેસે. “ગુરુદેવને શું કહેવું છે ? કે એને આત્મકલ્યાણની ગરજ કેટલી