________________
.*
રાજહૃદય ભાગ-૫ છે, કોક જ જીવને થાય છે. કોઈને ઓછો થાય, કોઈને ન થાય એવું બને. પણ અસહ્ય થાય એવું કો'ક જ જીવને બને સહન ન કરી શકે. એવું કોઈક જ જીવને બને અને એ બહુ મોટો ગુણ છે. એ એવડો મોટો ગુણ છે કે બીજા એ ભૂમિકાના જે કોઈ દોષો થતાં હોય તો તે ગૌણ કરવા યોગ્ય છે. એ એટલો મોટો ગુણ છે. બહુ મોટો ગુણ છે.
જેટલું વિયોગનું અસહ્યપણું, એટલો જ દર્શનમોહ હાનિ પામે, એટલો જ દર્શનમોહ મોળો પડી જાય અથવા શક્તિહીન થાય- આ એનો મોટો લાભ છે. અને એટલી જ સન્માર્ગની સમ્યગ્દર્શન આદિની સમીપતા થવાનો એ અવસર છે. આ બહુ મોટી વાત છે.
“સોભાગભાઈ માં કોઈ વિશેષતા હતી, ખાસ પ્રકારની વિશેષતા હતી અને કાંઈ કીમત કરવા યોગ્ય, અનુમોદન કરવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય અને અવધારણ કરવા યોગ્ય કોઈ મોટો ગુણ હતો તો આ હતો એમનામાં. કે એમને જે જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થયો, એ વિયોગ સહન નહોતા કરી શકતા. આ બહુ મોટી વાત છે. આ વાત સાધારણ નથી.
એટલે એમને જે વખતો વખત ખેદ પામી જાઓ છો તે અમે જાણીએ છીએ તો એની મુખ્યતા “કૃપાળુદેવને નહોતી આવતી તો બીજાને આવવાનો સવાલ રહેતો નથી. અને આવે તો એ કૃપાળુદેવ’ કરતા થોડાક વધારે આગળ કે સાવ પાછળ, જે ગણવું હોય એ ગણવા જોઈએ પછી.
મુમુક્ષુ - સ્વચ્છેદ થઈ જાય. પૂજ્ય ભાઈશ્રી - એ સ્વચ્છેદ થઈ જાય.
ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ.... આ એક ગુણ તો એમણે કહ્યો. એ સિવાય પણ એમનામાં જે પાત્રતાને અનુસરીને બીજા સગુણો હતા. સરળતા હતી, બીજા મુમુક્ષુઓ પ્રત્યેનું વાત્સલ્ય બહુ હતું. સરળતા તો ઘણી હતી, જે મુમુક્ષતાનો મુખ્ય ગુણ છે. પછી જે એમની હિંમત હતી, ભલે સંયોગો નબળા હતા પણ એમની જે હિંમત હતી, એ સંયોગોમાં પણ મારે મારું કાર્ય કરવું છે, આત્મકાર્ય