________________
uc
પત્રાંક–૩૧૩ તોપણ ભોગવવો પડે, અજ્ઞાની હોય તોપણ ભોગવવો પડે. એ વાત પણ ખરી છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ.' સોભાગભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાથી એ વિષયમાં એમને કયારેક, ક્યારેક આકુળતા થઈ જતી. એ પ્રકારનો કચાશ કહો, એ પ્રકારનો દોષ કહો. તે પણ જાણીએ છીએ.' એ પણ અમે જાણીએ છીએ. વિયોગનો.” એટલે અમારા વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ.” એ બહુ મોટો ગુણ હતો. હવે જુઓ ! બે પ્રકારે એમને ઓકુળતા થતી હતી. એક સંયોગ સંબંધી અને એક એમને જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો વિયોગ રહેતો હતો એની. એમાં એમ લીધું કે “વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે.. સહન ન કરી શકો એટલો આપને અમારા વિયોગનો તાપ છે.
બીજી બાજુ સંયોગની પ્રતિકૂળતાનો ખેદ, એ દોષ અને આ ગુણ. એક સાથે બે છે. હવે આ દોષ નાનો ગણાય. સંયોગની પ્રતિકૂળતામાં જે આકુળતા થાય છે એ દોષ નાનો ગણાય. કેમ ? કે એમને વિયોગનો અસહ્ય તાપ રહે છે એવો મોટો ગુણ છે તેથી. આ જરાક તુલનાત્મક રીતે વિચારવા જેવો મુદ્દો છે. નહિતર એમ થાય કે, “સોભાગભાઈની તો ઘણી પાત્રતા હતી પછી એમને સંયોગની આકુળતા શું કરવા થવી જોઈએ ? થઈ જતી હતી એ હકીક્ત છે. દોષ છે એ ત્રણ કાળમાં દોષ છે. દોષ છે એ ગુણ નથી. તોપણ એને તોળવો હોય તો કેવી રીતે તોળાય ? જો એમને વિયોગનો અસહ્ય તાપ ન લાગતો હોત તો, આપણે એક તર્ક કરીએ, તો એ મોટો દોષ ગણાત. કેમ ? કે ત્યાં કુટુંબ પ્રતિબંધ છે. પણ જો એમને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનો અસહ્ય તાપ રહ્યા કરતો હોય તો, કટુંબ પ્રતિબંધ અવશ્ય નબળો પડ્યો હોય, ગયો ન હોય અને ગયો ન હોય તેથી એ પ્રતિબંધને લઈને આકુળતા થાય. જેટલો રહ્યો હોય એટલો. પણ એ નબળો પડ્યો હોય એટલે એને તોળવાની અંદર મહત્તા ન આપવી જોઈએ, વજન નહિ આપવું જોઈએ. પણ એમને જે અસહ્ય તાપ થતો હતો એવા ગુણને ખૂબ મહત્વ આપવું જોઈએ. અત્યંત મહત્વ આપવું જોઈએ. કેમકે જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો, વિયોગનો અસહ્ય તાપ કો'ક જ જીવને થાય