________________
પત્રક ૩૧૩
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જગ઼ાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો.
તા. ૧૦-૧૦-૧૯૯૮, પ્રવચન નં. ૭૩૬ પત્રાંક ૩૧૩
-
૫૭
‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક-૩૧૩, પાનું ૩૧૦. પત્રનું મથાળું ફરીને લઈએ. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.' વર્તમાનમાં પોતાની શાનદશાનું જે પોતાનું પરિણમન છે, એ પરિણમનમાં જ્ઞાનીનું આત્મિક પરિણમન નિમિત્ત છે. એટલે જ્ઞાનદશા થયા પછી પણ બીજા જ્ઞાનીઓનું જે અંતર પરિણમન છે, આત્મભાવે પરિણમન છે, એ પરિણમન Visualise થાય છે, અવલોકનમાં આવે છે. પરિણમન શાંત નિરાકુળ હોવાથી, એના અવલોકનથી પોતાને પણ એવી જ નિરાકુળ શાંતિની પ્રાપ્તિ થાય છે. એ વેદનપ્રધાન પડખું છે, અવલોકનનું આ વેદનપ્રધાન પડખું છે. બાકી તો જ્ઞાનીને પણ ઉદય છે, ઉદયભાવ છે. તીર્થંકરને પણ તીર્થંકપ્રકૃતિનો ઉદય છે, પણ ત્યાં ઉદયભાવ નથી. કેમકે એ પરમાત્મા થયા છે. જ્ઞાનીને સાધકપણું હોવાથી કરણાનુયોગ અનુસાર, બાકી તો એ પણ પોતાના પરમાત્મસ્વરૂપને અનુભવતા હોવાથી એ પણ એક ન્યાયે પરમાત્મા જ થયા છે, પણ કરણાનુયોગ પ્રમાણે સાધકદા હોવાથી એમને ઉદય પણ છે અને ઉદયભાવ છે, પણ એનું અવલોકન કરતા નથી. એનું અવલોકન કરે તો તેના જેવા થાય. જેનું અવલોકન કરે એના જેવા થાય. એટલે એનું અવલોકન નથી કરતા. જ્ઞાનીના આત્માનું અવલોકન કરે છે, જ્ઞાનીના ઉદય