________________
૫૫
પત્રાંક-૩૧૦. અને યશોવિજયજી'. યશોવિજયજી એ તો પ્રખ્યાત રીતે ઘણું વાંચ્યું છે અને ઉઘાડમાં યશોવિજયજીનો ઉઘાડ સૌથી વધારે છે.
યોગનાં બીજ ઈહાં ગ્રહેજિનવર’ શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ ઉગ સુઠમો રે.” આ ભાષા “આનંદઘનજીને મળતી ભાષા છે. યોગનાં બીજ ઈહાં ગ્રહેજિનવર' શુદ્ધ પ્રણામો રે... જિનવર શુદ્ધ, પોતાનો શુદ્ધ આત્મા જિનવર છે એને પ્રણામે, એને નમે, એ બાજુ વળે ત્યારે જે યોગ છે એનું બીજ અહીંયાં ગ્રહણ થાય છે. પછી જે આચરણ થાય છે એ સેવન એ મોક્ષમાર્ગની સેવાના છે એનાથી બધા ભવનો નાશ થઈ જાય છે. એવો એનો સામાન્ય અર્થ છે.
મુમુક્ષુ :- યશોવિજયજીનું છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પણ યશોવિજયની આઠ દૃષ્ટિની સજ્જામાંથી લીધું છે.
જનક વિદેહી વિષે લક્ષમાં છે. ત્રિભુવનભાઈએ કોઈ વાત લખી હશે કે જનક વિદેહી રાજા હતા, ગૃહસ્થમાં હતા છતાં સ્વરૂપમાં ઘણા રહેતા હતા. વિદેહીપણે રહેતા હતા, જાણે દેહ નથી એવી રીતે. એ વાત અમારા લક્ષમાં છે. જાણીબૂજીને એ વાતને લંબાવી નથી. (અહીં સુધી રાખીએ.