________________
૫૩
પત્રાંક-૩૧૦ વાત આવે તો માણસ સંબંધ જોડી દે એવું લાગે.
મુમુક્ષુ :- પરિણતિનું જોર એવું છે કે જાણે નજીકના જ ભવમાંથી આવ્યા હોય એવું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી - આરાધક તો, નજીકના આરાધક છે એમાં તો કોઈ સવાલ નથી. આરાધકપણું તો બહુ નજીકનું જ છે, પૂર્વભવનું ઘણું નજીકનું આરાધકપણું છે એમાં કાંઈ સવાલ નથી. પણ મેળ બેસાડવો એ આપણી સમજણનો વિષય નથી.
મુમુક્ષુ- ભાવના ભાવીએ.. પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે.
પત્રાંક-૩૧૦
મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૮ છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે.
દર્શન સકલના નવ ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે.
દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેર રે; ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હરે રે.
યોગનાં બીજ ઈહાં રહે “જિનવરી શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ ઉગ સુઠામો રે.
જનક વિદેહી વિષે લક્ષમાં છે.