________________
૫૪
રાજહૃદય ભાગ-૫ પછીના પદમાં ૩૧૦ (નંબર)નો નો જે પત્ર છે એ ત્રિભુવન માણેકચંદ ઉપરનો પત્ર છે. એમાં ચાર કડી જુદી જુદી જગ્યાએથી નાખી છે. જે એમાં પહેલું આ પદ પણ જે એમને રટણમાં હતું “સોભાગભાઈના પત્રમાં, એ બે દિવસ પહેલાં અમાસે પત્ર લખ્યો છે. “અનુક્રમે સંયમ સ્પર્શતો જી. પામ્યો ક્ષાયિક ભાવ રે સંયમ શ્રેણી ફૂલડે જી પૂરું પદ નિષ્ણાવ રે' એ ઉદ્ધરણ કર્યું છે.
પછી “દર્શન સકલના નય ગ્રહે આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે.' યશોવિજયજીનું છે. બાકીના બધા યોગદૃષ્ટિ સજામાંથી યશોવિજયજીના પદ છે. એમાં શું લીધું ? દર્શન સકલના નય ગ્રહે બધા દર્શનોનો જે ન્યાય છે એ ગ્રહણ કરી લે કે આ નયમાંથી આ દર્શન ઊપસ્યું છે. જેમકે શુદ્ધ નિશ્ચયમાંથી સાંખ્ય ઊપજ્યુ. તો સાંખ્યની વાતમાંથી નય શુદ્ધ નિશ્ચયને પકડી લે, શુદ્ધનિશ્ચય નય ગ્રહણ કરી લ્ય. બીજી વિપર્યાસની વાત છોડી દે. એટલો ફેર પાડી દે. નય ગ્રહણ કરી લે. નયનો વિષય ગ્રહણ કરી લે. વિપર્યાસ છોડી દે. “આપ રહે નિજ ભાવે રે. કેમકે નય તો બધા આત્મામાં દોરી જશે. એટલે સકલ દર્શનના નય ગ્રહણ કરતા પોતે નિજભાવમાં રહી જાય. નયાભાસમાં ન આવે.
હિતકારી જનને સંજીવની. આ સંજીવની છે જે જીવને હિતકારી છે. એ રીતે સંજીવનીનો ચારો ચરાવે. બીજાને પણ એ રીતે કહે કે આમાં આ રીતે ન્યાય કાઢવાનો છે. આત્મા કૂટસ્થ છે, અપરિણામ છે એ બધી વાત સાચી પણ અવલંબનનો વિષય છે એમ એ વાત સાચી. અવલંબન વગર શું ? એવી રીતે “ચારો તેહ ચરાવે રે યશોવિજયજી એ આઠ દૃષ્ટિની સજ્જામાં ઘણી વાતો લખી છે. | દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેર રે ઓઘદૃષ્ટિના કારણે આ એક જ ભગવાનની વાણીમાંથી ભિન્ન ભિન્ન દર્શનો ઊપજ્યા એનું મુખ્ય કારણ ઓઘસંજ્ઞા છે. એટલે વસ્તુનું યથાર્થ દર્શન નથી. ઓઘસંજ્ઞાને લઈને જીવોએ કલ્પના કરી છે. ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમતિદ્રષ્ટિને હેર રે.' જે સમ્યક્દષ્ટિ છે એ તો બધા ભેદ એના જાણે છે. દિ કરીને એમની જે આઠ દૃષ્ટિની સર્જાય છે એમાં અમુક અમુક નામ પાડ્યા છે, કમ પાડ્યા છે. સમ્યક્દર્શન પહેલાં જે કાંઈ શ્રદ્ધામાં ફેરફાર, રુચિમાં ફેરફાર થાય છે ત્યારે કેવા કેવા પ્રકાર ઊપજે છે એના ભેદ એમણે પાડ્યા છે. એમને દિગંબર સાહિત્યનો ઘણો સ્વાધ્યાય હતો, ઘણું વાંચન હતું. “આનંદઘનજી', દેવચંદજી)