________________
૫૮
ચજહૃદય ભાગ-૫ અને ઉદયભાવનું અવલોકન નથી કરતા.
જો કે ઉદય અને ઉદયભાવ સ્થૂળ છે અને આત્મા અને આત્મભાવ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ જણાય એને ધૂળ ન જણાય એમ કેમ બને ? તો કહે છે, જણાય છે તો ખરું. ઉદય ન જણાય, ઉદયભાવ ન જણાય એમ ન બને પણ એને ગૌણ કરવું અને એ પોતે પણ એને ગૌણ કરે છે તો તમારે મુખ્ય કરવાનો સવાલ થતો નથી, છતાં મુખ્ય કરો તો નુકસાન થાય. એટલે જણાય તોપણ ગૌણ કરવું અને જેનું મૂલ્ય કરવા જેવું છે, જેની કીમત આંકવા જેવી છે, જેને મુખ્ય કરવાથી પોતાને પણ લાભ છે, એને મુખ્ય કરવું જોઈએ.
એ રીતે એક પદ્ધતિ બતાવી, પોતાના પરિણમનથી પદ્ધતિ બતાવી કે, અમે પણ જ્ઞાનીના આત્માનું અવલોકન કરીએ છીએ અને તેવા થઈ છીએ, તેમ થઈ છીએ. તમે પણ જો જ્ઞાનીના આત્માનું અવલોકન કરો તો તમે પણ તેવા થાવ. એમ એમાંથી આપોઆપ નીકળે છે. એ વાત પણ નીકળી અને બીજું જણાય તોપણ અવલોકન કરવા જેવું નથી–એમાંથી એ વાત પણ નીકળે છે. બને વાત એમાંથી નીકળે છે. - હવે પત્રની શરૂઆત કરે છે. “આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે; ગુઅનુગ્રહવાળી વાત લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો; તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છે એમ માનીએ છીએ; તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. જુઓ ! એમની સ્થિતિનું એક પેરેગ્રાફમાં વર્ણન કર્યું છે. કોની? સોભાગભાઈની સ્થિતિનું કે આપની સ્થિતિ લક્ષમાં છે.' અંતર-બાહ્ય બંને. “આપની ઇચ્છા પણ લક્ષમાં છે;” પારમાર્થિક અને વ્યવહારિક. ગુઅનુગ્રહવાળી વાત લખી..” એ કોઈ વાત લખી હશે. ગુરુની કૃપા હોય તો જીવને ઘણો લાભ થાય. તો કહે છે, એ વાત પણ ખરી છે. એ વાત તમારી ખરી છે. એટલે ગુરુ ઉપકારની વાતમાં તો ના કહેવા જેવું નથી. એ વાત તમારી ખરી છે.
કર્મનું ઉદયપણું ભોગવવું પડે... બધાને કર્મનો ઉદય ભોગવવો પડે. જ્ઞાની હોય