________________
૬૫
પત્રાંક-૩૧૩
મુમુક્ષુ :- છ મહિના ને છસો આઠ જીવ મોક્ષે જાય...
પૂજ્ય ભાઈશ્રી :- એ તો આખા લોકમાં થઈને વાત છે. છ મહિનામાં ૬૦૮ માં. પણ અહીંયાં એવી અસંતી ચોવીસી થઈ. આ ભરતક્ષેત્રમાં એવી અનંતી ચોવીસી થઈ ગઈ. એટલે અનંત તીર્થકરો અહીંયાં પણ થઈ ગયા અને ત્યાં પણ થઈ ગયા અને હજી અનંત તીર્થંકરો થવાના. જો તીર્થકરો અનંત થવાના છે તો આ સંસારમાં જે જીવો છે એમાંથી જ થવાના છે ને ? બહારથી તો કોઈ નવા જીવો તો આવતા નથી. તો પછી કોઈ આત્મા ભાવિ તીર્થકર હોય એમાં વાંધો લેવા જેવું છે શું ? માનવું ન માનવું સૌની સ્વતંત્ર વાત છે. પણ કોઈ માનતું હોય તો એમાં અજુગતું શું થાય છે ?
મુમુક્ષુ :- એમાં ૨૫ માં તીર્થકર તરીકેની કયાં વાત જ રહી ? પૂજ્ય ભાઈશ્રી :- એમાં Politics છે, કે તમે ૨૫ માં તીર્થકર કહો એટલે સમાજ ભડકે. હૈ. અમારે ચોવીસ જ હોય. પચીસમાં કયાંથી આવ્યા ? એ તો ભડકાવા માટેનો Point છે. એટલે વાતને Twist કરીને, જેણે Twist કરી છે એને ખબર છે કે આ ભાવિ તીર્થંકરની વાત છે, પણ વાતને Twist કરીને સમાજમાં મૂકો એટલે સમાજ ભડકે અને ગેરરસ્તે દોરાય. ગેરરસ્તે દોરાવાનું બહુ મોટું પાપ છે એ પાછી Twist કરનારને બિચારાને ખબર ન હોય કે આ હું કેવડું મોટું પાપ કરું છું. રાજરમત છે, Politics છે એની અંદર તો Twist કરીને વાતને મૂકવાની પદ્ધતિ હોય છે અને એ રીતે લોકો ભરમાય. જે ભરમાય એના નસીબ અને ન ભરમાય એના પણ નસીબ. કાંઈ બધા નથી ભરમાતા. “સૂર્યકીર્તિદેવ' તરીકે માનનારા પણ હજારો માણસો છો અને વિરોધ કરનારા પણ હજારો માણસો છે. એટલે માનવું, ન માનવું સૌના નસીબની વાત છે. જેવી જેની યોગ્યતા. એનો કાંઈ હરખ-શોક કરવાનો હોય નહિ. આપણે આપણું સંભાળવું જોઈએ. દુનિયા તો આમ જ ચાલવાની છે.
શું કહે છે ? કે સત્સંગ કરવા યોગ્ય આપ છો, તેમ છતાં હાલ તો અમારે પણ વિયોગમાં રહીને સહન કરવું પડે છે. તમારે સહન કરવું પડે છે એમ નહિ, અમને પણ સહન કરવું પડે છે. તમારો વિયોગ અમે પણ સહન કરીએ છીએ અને