________________
રાજહદય ભાગ-૫ વર્ગ... ઊપલો વર્ગ ઊપલો વર્ગ. ઉપર ઉપરના વર્ગમાં જાય એને શ્રેણી કહે છે.
મુમુક્ષુ – તીર્થકર ભગવાનની નિશ્ચય સ્તુતિ કરી.
પૂજ્ય ભાઈશ્રી - નિશ્ચય સ્તુતિ કરી છે કે હું મારા આત્મામાં પરમાર્થ સંયમને ઉત્તરોત્તર વૃદ્ધિગત કરતો કરતો ભગવાનની પૂજા કરું છું.
ઉપરનાં વચનો અતિશય ગંભીર છે.' ઉપરના વચનો અતિશય ગંભીર છે એમ કરીને પરમાર્થને સમજો એમ કહેવું છે. આમ ભગવાન સિદ્ધાર્થપુત્રને લીધા માટે બધા બહારના જીવ ફૂલથી પૂજા કરે છે એવી રીતે ફૂલની પૂજાની આ વાત નથી. આ પરમાર્થ સંયમની વાત છે અને ક્ષાવિકભાવની વાત છે. પોતે એની ભાવના ભાવી છે. બીજી રીતે કહીએ તો સિદ્ધાર્થપુત્રના નામે, ભગવાનના નામે પોતાના મોક્ષપદની ભાવના ભાવી છે. પરિપૂર્ણપદની ભાવનાને ભાવી છે. પૂર્ણ થઈ જવું છે. પૂર્ણ થઈ જવું છે... એ એક એમની પરિણતિ થઈ ગઈ છે કે પૂર્ણ થઈ જવું છે. જરા પણ, અશુદ્ધિ મારી અવસ્થામાં જોઈએ જ નહિ. પૂર્ણ થઈ જવું છે. પૂર્ણ શુદ્ધ ! એની જે લગની છે એની પાછળ આ પદનું ઉદ્ધરણ કરેલું છે. એટલે એ હિસાબે કેટલા કેટલા પુસ્તકો વાંચી નાખ્યા હશે ! એમાંથી કોઈ ખાસ વાત હોય તો ઉપાડી લે છે. માર્મિક વાત હોય તો એ જુદી કાઢી લે છે.
મુમુક્ષુ - અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે, એમ કહ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, એક શાસ્ત્રની એક વાત બતાવતા, સિદ્ધાંતની એક વાત બતાવતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે. અથવા એક વાત, પરમાર્થની એક વાત બધી અપેક્ષાઓ લઈને જન્મે છે, જ્ઞાનમાં બધી વાત છે. વસ્તુનું અનંત ધર્માત્મક સ્વરૂપ જ્ઞાનમાં છે ને ! એટલે બધું જ્ઞાનમાં છે એમ કહેવું છે.
મુમુક્ષુ - સીધા કોઈ તીર્થંકર પાસેથી આવ્યા હશે એવું લાગે છે. મહાવીરના શિષ્ય હતા અને લઘુશંકાથી...
પૂજ્ય ભાઈશ્રી - એ આવશે, આવશે. કેવી રીતે એ બહુ ખ્યાલમાં નથી આવતું. એક પત્ર છે. પણ બહુ આમ વિચારતા મેળ નથી પડતો. કેમકે આયુષ્ય જે છે એ યથાર્થ હોય તો... એમાંને એમાં જ લખ્યું છે એક પત્રમાં અગિયારમેથી પડ્યાની વાત લખી છે. અગિયારમેથી પડ્યાનો અમને અનુભવ છે. હવે એ એ જ ભવમાં કે ઘણા ભવ પહેલાંની વાત છે એ ખ્યાલમાં નથી આવતું. એવી એક જ પત્રમાં