________________
પત્રાંક-૩૦૯
૩૦૯,
અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે;
સંયમ શ્રેણી ફૂલડે , પૂજું પદ નિષ્પાવ રે. . આ એક પદ કોઈ ગ્રંથમાંથી, પુસ્તકમાંથી નાખ્યું છે. શ્વેતામ્બર સાધુનું રચેલું પદ હશે એવું લાગે છે. કોઈ પુસ્તકમાંથી નાખેલું છે. સો ઉપર અનુક્રમ આવે છે ને પાછળ ? “અનુક્રમે સંયમ સ્પર્શતો જી મોક્ષમાર્ગની અંદર ક્રમશઃ ચારિત્રનું જે પરિણમન થાય છે, ક્રમશઃ થાય છે એટલે અનુક્રમે લીધું છે. પામ્યો ક્ષાયકભાવ રે આગળ વધતા ક્ષાયિકશ્રેણી, જે ક્ષાવિકભાવ છે એ ક્ષાયિક શ્રેણીરૂપ પરિણમે છે. “સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે. જે પરિપૂર્ણ મોક્ષપદ છે એ...
મુમુક્ષુ - સંયમશ્રેણી સ્તવન. સ્તવનનું નામ છે. પંડિત ઉત્તમવિજયજી...
પૂજ્ય ભાઈશ્રી:- હા, સ્તવનનું નામ છે, પુસ્તકનું નામ છે. “વિજય' શબ્દ લગભગ શ્વેતામ્બર સાધુમાં આવે છે. પૂજું પદ નિષ્પાવી જે મોક્ષપદ છે એના ચરણને સંયમ ફૂલડેથી ચારિત્રના ફૂલડેથી-મોક્ષના, કેવળજ્ઞાનના ચરણને પૂછું છું. એટલે કે પહેલાં ચારિત્ર આવે છે અને ત્યારપછી ચારિત્રનું નિર્વાહન કરતા કરતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અનુક્રમ લીધો છે ને ?
આત્માની અભેદચિંતનારૂ૫) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ભગવાનની પૂજા કરું છું એમ કરીને (લખ્યું છે. કેવી રીતે ? પોતે ચારિત્રમાં આવીને. આત્માની અભેદ ચિંતનારૂપ સંયમ. વિકલ્પવાળી ચિંતના નહિ, ભેજવાળી ચિંતના નહિ. જે ચિપરિણતિ આત્મામાં અભેદ થાય છે અને પરમાર્થ સંયમ ઊપજે છે. કોઈ બીજો વિકલ્પ નહિ, રાગનો અંશ પણ નહિ એવો જે પરમાર્થ સંયમ છે તે એક પછી અનુભવીને. ક્રમથી એમાં વિશેષ વિશેષ લીનતા કરીને ક્ષાવિકભાવને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર, “મહાવીર' ભગવાનનું નામ લીધું છે ? તેમના નિર્મળ ચરણકમળને હું પણ સંયમશ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. હું પણ સંયમમાં પરિણમીને પૂછું છું, આત્મામાં લીન થઈને પૂછું છું. આ ફૂલથી પૂજું છું એમ નહિ જડ ફૂલથી પૂજું છું એમ નહિ, સોનાના ફૂલથી પૂજું છું એમ નહિ. સંયમશ્રેણીના ક્લથી પૂજું છું. સંયમની શ્રેણી ઉત્તરોત્તર ચડતી શ્રેણી એટલે ઊપલો