________________
પત્રાંક-૩૦૮
૪૯ મુમુક્ષુ :- “સોભાગભાઈ થી પોતાને લાભ છે એમ માનતા હતા ને !
પૂજ્ય ભાઈશ્રી :- લાભ એટલે નિમિત્ત પડેલા વિચારણામાં, વિચારણામાં નિમિત્ત પડેલા અને બીજું કે એમની યોગ્યતા એવી હતી કે પોતે આત્મભાવમાં એમના પત્રોમાં, એમના સંગમાં વિશેષ આત્મભાવ આવિર્ભાવ થાય એવો કોઈ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમને હતો. સામાન્ય રીતે બહુ પાત્ર જીવો હોય તો એની ઉપસ્થિતિમાં આત્મભાવ વિશેષ આવિર્ભીત થઈને વાણી સુધી બહાર આવી જાય છે. આપણે નથી કહેતા, ગુરુદેવશ્રીના આવા સૂક્ષ્મ, ઊંડા અધ્યાત્મમય પ્રવચનો થયા એનું કારણ “ગુરુદેવશ્રીની સભામાં બહેનશ્રી જેવા ધર્માત્મા, મહાત્માઓ બિરાજમાન હતા. કદાચ એ ન હોતા તો આટલી વાત નીકળી હોત કે કેમ ? એ શંકાનો સવાલ છે. | મુમુક્ષુ :- નીકળત જ નહિ.
પૂજ્ય ભાઈશ્રી - નીકળત નહિ એમ જ કહેવાય. બીજી રીતે એમ કહીએ તો નીકળત નહિ એમ કહેવાય. એ રીતે એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. એ બહુ મોટી વાત છે. એમ એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સોભાગભાઈને અને શ્રીમદ્જીને
હતો.
| મુમુક્ષુ - આનો અર્થ એમ કરવાનો કે અમારે કુસંગ નથી તો આમાં કાંઈ અમારે સંતોષ માનવાની જરૂર નથી.
પૂજ્ય ભાઈશ્રી - નહિ, નહિ બિલકુલ નહિ. તમારે તો કુસંગ ન હોય, તમે તો મૂળ દિગંબરમાં છો. એ પ્રશ્ન નથી. એવું કાંઈ યોગ્યતાનું માપ નથી કે કસંગ નથી માટે પાત્રતા વધારે છે એવું કાંઈ નથી. પાત્રતા તો જેટલી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના અને જેટલી સ્વરૂપ પ્રાપ્તિ માટેની તીવ્ર ગરજ એના પ્રમાણમાં–એના અનુપાતમાં પાત્રતા હોય છે. એનું Meter અહીંથી નક્કી થાય છે. બીજો કોઈ એના Meter reading નો ઉપાય નથી.
નિશ્ચયનો વિષય-સ્વરૂપ નિશ્ચયનો વિષય આ પત્રમાં શરૂ કર્યો છે. આગળ સ્વરૂપ નિશ્ચય માટે થોડી એમને વધારે વાત કરવી છે. એટલે અહીંયાં સ્વરૂપ નિશ્ચયની એક વાત નાખી દીધી છે. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. આ સુધાનો વિષય આગળ નિશ્ચયના પ્રકરણમાં પોતે લ્ય છે. એને એક પરિણતિ (ગણે છે), સુધાની પરિણતિ ગણે છે. સુધાનો સીધો અર્થ થાય છે