________________
૪૦
પત્રાંક–૩૦૮ જેવો છે.
મુમુક્ષુ – “સોભાગભાઈ ને કયારેય નથી લખ્યું કે, તમે ફલાણાનો સંગ કરજો, લાણાની સાથે સમાગમ કરજો. એમને Direct રાખ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો બીજાને સૂચના કરી છે કે તમે સોભાગભાઈના સંગમાં જજો. બીજા મુમુક્ષુઓને આજ્ઞા કરી છે. સોભાગભાઈને કોઈને સંગમાં જવાની આજ્ઞા નથી કરી. એ એમને પોતાની સાથે રાખ્યા છે.
મુમુક્ષુ – એ તો કાલે જવાબ આપ્યો હતો ને પરમ સત્સંગ
પૂજ્ય ભાઈશ્રી :- હા. એને પોતે સત્સંગયોગ્ય ગણ્યા છે એમને. કોઈ એવી પાત્રતા એમની જોઈ છે. બીજાની એથી ઓછી પાત્રતા હોય એની પાસે કેમ મોકલે? બીજાને એની પાસે મોકલે. આને એની પાસે મોકલવાનો પ્રશ્ન નથી રહેતો.
મુમુક્ષુ :- “ભગવાનભાઈને બીજા ધર્મજવાળા પાસે મોકલ્યા.
પૂજ્ય ભાઈશ્રી :- “સોભાગભાઈને નથી મોકલ્યા. ભગવાનભાઈને તો ગયા પત્રમાં આવી ગયું, કે તમે ધર્મજવાસીના આશ્રમમાં જો. આમને તો શું છે કે પાત્રતા ઘણી હતી. એટલે એનો તો કાંઈ પ્રશ્ન જ નથી. પેલા લોકોને એમ કહ્યું કે તમે વાત્સલ્ય શીખો, તમે વિનય શીખો, તમે લોલુપતા, નિર્વાસનાપણું સમજો, આ લોકોની પાસે જઈને. આને તે ઈ બધું હતું. એમ કહેવું છે. વિનય અને વાત્સલ્ય, લોલુપીપણું નહિ, અનાસક્તપણું એ તો બધું હતું જ અને ધર્મના, સત્યના, સત્ય ધર્મના બહુ ઇચ્છુક હતા, તીવ્ર ઇચ્છુક હતા. મોટી વાત તો એ છે કે સત્ય પામવા માટેના તીવ્ર ઇચ્છાવાળા હતા. એ ભાવના છે એ બહુ મોટી વાત છે. એની ભાવના જોઈ લીધી છે. એમનામાં જે જોયું છે એ એની ભાવના જોઈ લીધી અને એ ભાવનાનું માપ આવતા એને આનુષગિક જે વાત્સલ્ય આદિના મુમુક્ષુની ભૂમિકાના સદ્દગુણો જોઈએ એ બધા આપોઆપ જ હોય છે. પરીક્ષા કરવાની જરૂર નહિ હોય. હોય જ. ન હોય એમ બને નહિ એમ કહે છે. જેને પોતાનું સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કટ ભાવના થાય, ઉત્કૃષ્ટ ભાવના થાય, તીવ્ર ભાવના થાય એમાં બીજા બધા આનુષગિક સદ્ગુણો આપોઆપ ઊભા થઈ જાય છે. એવો તો એ વિષય છે. એ બધું જોયું છે.
મુમુક્ષુ :- “કૃપાળુદેવનું પણ સામર્થ્ય કેટલું ! પૂજ્ય ભાઈશ્રી - ઘણું ! એ તો પોતે જબરજસ્ત પુરુષ છે ! બહુ સામર્થ્યવાન