________________
૪૬
રાજય ભાગ-૫
ગૌણ કરે છે. એટલે કે...' આ બધા વાક્યોનો હવે અર્થ કરે છે. એટલેકે અંશે રાગથી છૂટીને...' વિકલ્પ વખતે પણ અંશે રાગથી છૂટીને પોતે અધિક થઈને. જ્ઞાન-અનુભવ બધો શબ્દ મૂકી દીધો હવે. આત્મા બધો શબ્દ મૂકી દીધો. પોતે અધિક થઈને. જુઓ ! સ્વયં' શબ્દ આવ્યો. પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે.' આને નિર્ણય કીધો.
પ્રશ્ન :- સમ્યગ્દર્શન પહેલાં ?
સમાધાન :– હા, સમ્યગ્દર્શન પહેલાં. પછી જ્યારે સ્વરૂપમાં જામી જાય ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છૂટી જાય. બુદ્ધિપૂર્વકનું મનનું નિમિત્ત છૂટી જાય અને ચિદ્રુપમાં ચિદાનંદમાં ઉપયોગ લીન થાય છે. ત્યારે એને સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. ત્યારે એને સ્વરૂપનું ધ્યાન થયું એમ પણ કહેવામાં આવે છે. એ વખતે અવિનાભાવીપણે જેવો સિદ્ધ પરમાત્માને પરમાનંદ છે એની જાતનો આનંદનો અંશ પણ અનુભવગોચર થાય છે. એ બધી વાત પછી એક સાથે બને છે.
એ વાત આગળ પણ ફરીને પાછી લંબાવી છે. ૨૨૧માં પાને. ગુરુદેવ’ના પ્રવચનમાં તો Repeatation આવે છે ને? એટલે શબ્દો ફરે છે. એ વાત પાછી લંબાવે છે. એક જ પ્રવચન નાખ્યું છે એ આ પ્રવચન નાખ્યું છે. આજથી ૪૫ વર્ષ પહેલાં (સંવત) ૨૦૦૦ ની સાલમાં આ પ્રવચન લખાયું છે. પૂજ્ય બહેનશ્રીનું ઝીલેલું આ પ્રવચન છે. સમયસાર પ્રવચનો'ના પુસ્તકોમાં આ આવી ગયેલું પ્રવચન છે, એમાંથી લીધેલું છે.
મુમુક્ષુ :- કુસંગમાંથી જે રીતે સોભાગભાઈને મુકાવ્યા છે (એ અદ્ભુત રીતે મુકાવ્યા છે).
પૂજ્ય ભાઈશ્રી :– અને કેટલા કુનેહથી ! મોટી વાત એ છે. જે કોઈ વિચારવા જેવો વિષય છે એ એ છે કે કેવા કુનેહથી ! જેમ બાળકને મોટું કરે તો જન્મ્યું હોય તો એને તેડતા ન આવડે એને તેડવા ન .. કાં હાથ-પગ ખડી જાય કાં ગળું પડી જાય. એવું કૂણું બાળક હોય છે ને જન્મે ત્યારે તો ? એને કેવી રીતે મોટું કરે છે એ તો એની કળા હોય છે, એની આવડત હોય છે. એવું કામ કર્યું છે. ‘સોભાગભાઈને જે ગૃહીત મિથ્યાત્વમાંથી કાઢીને સમ્યગ્દર્શન સુધી લઈ ગયા છે અને એમાં જે એમની કુનેહ વાપરી છે એ ગજબનું કામ કર્યું છે ! એ વિષય સમજવા