________________
ચજહૃદય ભાગ-૫ અનંત સુખસ્વરૂપ છે. અનંત આનંદસ્વરૂપ છે, એક છે, અભેદ છે, પારિણામિકભાવ ધ્રુવ અપરિણામી (છે). એ મનથી કરેલો નિશ્ચય એ ખરેખર નિશ્ચય નથી એમ કહે છે.
મુમુક્ષુ – આ જે શબ્દો આપ બોલ્યા કે જ્ઞાનીના મુખેથી આત્માના સ્વરૂપને બતાડતી વખતે એવા શબ્દો આવે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, છતાં ફેર પડે છે એમાં. સરખા દેખાય છતાં એમાં ફેર પડે છે. એની પાછળ આત્મભાવ છે. જ્ઞાનીના શબ્દોમાં નિમિત્તપણે એમનો આત્મભાવ છે. એમના જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે. અને બીજા એવા જ શબ્દો કહે છે પણ સામે કાંઈ છે નહિ-જ્ઞાનમાં કાંઈ નથી. આત્મા નથી, કાંઈ નથી. એટલો બધો ફેર છે.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- નહિતર પૂછી લેવું. અમે માનીએ છીએ કે પોતે એમ માને છે ? એમ પૂછી જોવું કે છે આત્મા સામે ? જ્ઞાનમાં પ્રત્યક્ષ છે ? તો ના પાડશે. હા નહિ પાડે. લગભગ તો હા નહિ પડે અને હા પાડે તો બીજા બે પ્રશ્નો પૂછો એટલે વાત પૂરી થઈ જશે.
મુમુક્ષ – ગુરુદેવશ્રીનું પ્રવચન, “ગુરુદેવ જ્યારે પ્રવચન કરતા તે વાણી અને બીજા જે પ્રવચન) કરતા એમાં ફેર પડી જતો હતો.
પૂજ્ય ભાઈશ્રી - પડે જ પડે. પડ્યા વગર રહે નહિ. સમજવાની દૃષ્ટિ જોઈએ. ફેર તો પડે જ.
મુમુક્ષુ :- ઘણાં સૂક્ષ્મ ભેદ છે. '
પૂજ્ય ભાઈશ્રી :- હા, ભેદ છે. મનથી કરેલો નિશ્ચય તેને યથાર્થ નિશ્ચય નહિ માનતા. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે કે આનો નિશ્ચય બરાબર છે. એ સંમત કરે છે. બરાબર કલ્યાણ છે. એ સંમત ન કરે ત્યાં સુધી એણે પોતાના નિશ્ચયને ખરો નિશ્ચય નહિ માનવો જોઈએ.
મુમુક્ષુ :- જેની પાસે ભાવકૃત છે એની પાસે જ દ્રવ્યશ્રત છે.
પૂજ્ય ભાઈશ્રી - એની પાસે જ દ્રવ્યદ્ભુત છે. ભાવકૃત વિના દ્રવ્યશ્રુત ક્યાંથી કાઢે ? જેને ભાવકૃત પ્રગટ થયું નથી... શુદ્ધોપયોગ છે એ ભાવકૃત છે. પ્રથમ શુદ્ધોપયોગ થાય છે એ ભાવથુત પ્રગટ થયું જેને પંદરમી ગાથામાં જૈનશાસન કહ્યું. સર્વ જૈનશાસન એમાં સમાઈ ગયું છે. એક સ્વાનુભવની અંદર આખું જૈનશાસન