________________
પત્રક-૩૦૮
૪૩ નિશ્ચય (એટલે) જ્ઞાની સંમત કરે છે તારા નિશ્ચયને ? તારી વાતને સંમત કરે છે તો એ નિશ્ચય બરાબર છે એનાથી કલ્યાણ થશે. નહિતર કલ્યાણ નહિ થાય, કલ્પનાએ ચડી જઈશ.
મુમુક્ષુ :- વસ્તુના બંધારણની...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. સ્વરૂપ નિશ્ચયની વાત છે. વસ્તુને ફરી ફરી સમજો એટલે વસ્તુના સ્વભાવને સમજો એમ કહેવું છે. બંધારણ એમાં આપો આપ આવી જાય છે, સમાવેશ પામી જાય છે. પણ માત્ર વસ્તુના બંધારણ પૂરતી મર્યાદિત વાત નથી. વસ્તુને ફરી ફરીથી વિચારીને એટલે વસ્તુના સ્વભાવને સમજો. આત્મા જે વસ્તુ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત પદાર્થ છે, સ્વભાવમયી વસ્તુ, જેને “સમયસાર' કહ્યો, એને સમજો. મળ સ્વરૂ૫-અતિન્દ્રિય પદાર્થને સમજો અને જે રીતે સમજાય એ રીતે સમજો. જ્ઞાનીની આજ્ઞાએ જ્ઞાની સંમત કરે છે. કે નહિ ? જ્ઞાનીથી થયેલો નિશ્ચય એ છે કે નહિ ? આ એમનો એ વિષયમાં ગૂઢાર્થ છે.
એમ કહીને એમ કહેવું છે કે, કેટલાક જીવો શાસ્ત્ર વાંચીને એમ સમજે છે કે આપણી પાસે શાસ્ત્ર છે, આપણી પાસે સમજવાનો ક્ષયોપશમ પણ છે, સંજ્ઞી પંચેન્દ્રિય છીએ, કોઈ કુદેવાદિને માનતા નથી. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રને માનીએ છીએ. આપણે વાંચી, વિચારીને સ્વરૂપનો નિર્ણય કરી લેશું. એને એમ કહે છે કે, ભાઈ સપુરુષથી થયેલો નિશ્ચય યથાર્થ છે, એમાં જ કલ્યાણ છે એમ સમજવું.
મુમુક્ષુ – ૧૪૪ મી ગાથામાં આવ્યું, જ્ઞાનસ્વરૂપી આત્માનો નિશ્ચય કરવો. આમાં થોડો ફેર પડે છે. જ્ઞાનીથી એવો શબ્દ લખ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમાં દ્રવ્યશ્રત લીધું છે ને ! જ્ઞાનીની વાણી દ્રવ્યકૃત છે, જ્ઞાનીની વાણી છે એ દ્રવ્યશ્રત છે. આગમને જ દ્રવ્યશ્રુત કહેવાય છે એવું નથી, વાણી જે છે એ પણ દ્રવ્યકૃત છે. એ નિમિત્ત પડે છે. પામેલા છે એ નિમિત્ત પડે છે. વગર પામેલા નિમિત્ત પડતા નથી એટલો ભેદ પાડવો છે. દ્રવ્યથત કહીને એમ કહેવું છે. જ્ઞાનીની વાણી નિમિત્ત પડશે, અજ્ઞાનીની વાણી નહિ પડે અને અહીંયાં તો શું છે કે જ્ઞાનીથી થયેલો નિશ્ચય એટલે પ્રત્યક્ષ જ્ઞાનીથી થયેલો નિશ્ચય, એની આજ્ઞાએ થયેલો નિશ્ચય, એમણે સંમત કરેલો નિશ્ચય એને તું નિશ્ચય ગણજે. એમનેમ તે મનથી એમ નક્કી કરી લીધું કે મારો આત્મા આવો છે, અનંત જ્ઞાનસ્વરૂપ છે,