________________
૪૧
પત્રાંક-૩૦૮ ને આમ ચલાવીએ છીએ.
અસંગવૃત્તિ હોવાથી.” એવી અસંગવૃત્તિ છે કે “અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, થોડીક પણ ઉપાધિ-બોજો ઉપાડવાનું અમારાથી બની શકે એવું નથી પણ પરાણે પરાણે સહન કરીએ છીએ. એવી દશા લીધી છે. જે વ્યવહારમાં ઊભા છે, જે વ્યવહારના કાર્યોની ઉપાધિ છે–એ બધી ઉપાધિ છે. લોકો એમ માને છે કે વેપાર કરવો એ ફરજ છે, બીજા બધા સાંસારિક કાર્યો ગૃહસ્થોને કરવા તે તેની ફરજ છે. આ કહે છે કે અમને ઉપાધિ છે અને ન સહન થાય એવી ઉપાધિ છે. થોડું પણ, આંખ પાસે ઘણું ઉપાડવાની વાત તો એકબાજુ રહી પણ પોટલા ભરી ભરીને મજૂરી કરાવવા જેવી વાત છે. માટી ઉપાડાવે છે ટોપલા ભરી ભરીને ? એ આંખ પાસે એટલે જ્ઞાતાદર્થ એવું જે જ્ઞાનનેત્ર-ઉપાધિરહિત ભાવ છે એની પાસે ઉપાધિ કરાવવી છે.
મુમુક્ષુ :- યમના દૂત કહે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, યમના દૂત જેવું છે. “ઉપયોગ બહાર નીકલા કી યમકા દૂત સમજો.' એવી બધાની દશા હોય છે, મોક્ષમાર્ગમાં જ્ઞાનીઓની એવી દશા છે એમને ઉપાધિ કરવી પાલવતી નથી, પોષાતી નથી. તેથી જ્ઞાનીને ઓછામાં ઓછી ઉપાધિ થાય, એ જેને ઓળખે છે એ એવું થોડું લક્ષ રાખે છે.
મુમુક્ષુ - ફરીથી.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે છે કે જ્ઞાનીને ઉપાધિ ન કરવી પડે એની કાળજી રાખવાનું પણ જે એમના સંપર્કમાં હોય એને એવો ભાવ થાય છે કે, આ ઉપાધિ કરી શકતા નથી, ઉપાધિ આનાથી સહન થતી નથી, તો એમને ઉપાધિ ન હોય એવું કાંઈક રાખીએ, ઉપાધિ ન કરવી પડે એમ કરીએ. એટલે એના કામ પોતે કરી લે. એ કારણ છે એની અંદર.
સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. આ ડુંગરભાઈ કરીને એમના પરિચયમે એમના મિત્ર હતા એમને યાદી આપી છે. બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો.' તમે બંને મિત્રો છો. વસ્તુનું સ્વરૂપ સમજો. ફરી ફરીને વિચાર કરીને વસ્તુનું સ્વરૂપ સમજો. અંધશ્રદ્ધાએ કોઈ ઈશ્વરકર્તાપણું, કોઈ રિદ્ધિસિદ્ધિ કે યોગલબ્ધિ આમાં તમે પડો નહિ. વસ્તુનું સ્વરૂપ સમજો. ફરી ફરીને વિચાર