________________
૩૯
પત્રાંક-૩૦૭ કર્યો.
મુમુક્ષુ - પહેલાં અધિકાર સાબિત કરે છે પછી ત્યાગ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- અધિકાર રાખીને ત્યાગ કરે છે. ત્યાગ કર્યો અને અધિકાર રાખ્યો, એના જેવું છે. ગુરુદેવશ્રી બિરાજમાન હતા ત્યારે આપણા સ્વાધ્યાયમાં એક વખત ચર્ચા ચાલી હતી. એ વખતે દર રવિવારે આપણે બધા અહીંથી મુમુક્ષુ ભાઈઓ સોનગઢ જતા. જે ગ્રહણ કરવું જોઈએ એ ગ્રહણ ન થાય તો પછી ત્યાં રહે કે ત્યાં જાય એનો કોઈ અર્થ સરતો નથી. જે ઉપદેશ ગુરુદેવશ્રીનો છે એ ગ્રહણ ન કરે તો ત્યાં જવાનો કે ત્યાં રહેવાનો કોઈ અર્થ સરતો નથી.
એક ભાઈએ પૂછ્યું કે દર રવિવારે બસનું ભાડું ખર્ચીને, પૈસા ખર્ચીને ત્યાં જઈએ તોપણ એની કાંઈ કિમત નહીં ? પૈસા ખચ્ય એની કેવી કિમત આવી ! શું કહ્યું? પ્રશ્નમાં શું વાત હતી ? કે દર રવિવારે પૈસા ખર્ચીને ત્યાં જઈએ અને એની કાંઈ કિમત જ નહિ ? બસ ! એટલે પૈસા ખર્મા એના ઉપર વજન જાય છે. એ મારા પૈસા હતા. એનામાં આ કારણે ખર્મા, એની તમે કિમત આંકતા નથી ? એવો ખ્યાલ ન રહે કે ભલેને ત્યાં જાય છે.
મુમુક્ષુ :- પૈસા ખર્ચીને “ગુરુદેવ” ઉપર ઉપકાર કર્યો.
પૂજ્ય ભાઈશ્રી :- ભાવ તો શીખડાવવો પડતો નથી, આવો ભાવ કાંઈ શીખડાવવો પડતો નથી. સૂક્ષ્મતાથી તપાસવામાં આવે તો પોતે જે કાંઈ સમર્પણ કરે છે એ એણે સમર્પણ જ કર્યું નથી. મહિમા તો એ ચીજનો રાખ્યો છે તો એની અર્પણતો ક્યાં થઈ ? એને અર્પણતા નથી થતી. અર્પણ કર્યું તોપણ એણે અર્પણ કર્યું નથી એના જેવું છે. એ ચર્ચા વાંચનમાં ચાલી હતી, ઘણા વખત પહેલાં એ ચર્ચા ચાલી હતી.
એ રીતે અહીંયાં સોભાગભાઈને સંક્ષેપની અંદર સ્વરૂપધ્યાન ઉપર, સ્વરૂપના મહિમા ઉપર લક્ષ ખેંચ્યું છે. પોતે પણ સમાગમમાં છે એટલે એ પણ લક્ષ આડકતરી રીતે ખેંચ્યું છે. પોતા ઉપર સીધું ન આવે એટલે આડકતરી રીતે ખેંચ્યું છે. પછી માગશર સુદમાં જ “મુંબઈ પહોંચ્યા છે.