________________
રાજહૃદય ભાગ-૫
૪૨
કરીને વસ્તુના સ્વરૂપને સમજો.
મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં.' આત્મા જે અતીન્દ્રિય પદાર્થ છે એ અતીન્દ્રિય પદાર્થનો નિશ્ચય અતીન્દ્રિય જ્ઞાન લક્ષણથી અને અતીન્દ્રિય પરિણામથી થાય, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી છે. અને જ્ઞાન લક્ષણ એ પણ સામાન્ય લીધું છે, ઇન્દ્રિયજ્ઞાન નથી લીધું. એટલે મનથી કરેલો નિશ્ચય તે સાક્ષાત્ નિશ્ચય એટલે સાચો નિશ્ચય નહિ માનતા. એ કલ્પના છે એમ સમજો).
જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે.' સત્પુરુષથી સમજાય અને સત્પુરુષ પોતાના નિર્ણયમાં સાક્ષી પૂરે કે આમ જ સત્પુરુષ કહે છે, એવા પરિણામથી જે નિશ્ચય થાય એને નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. નહીંતર અકલ્યાણ છે. કલ્યાણ તો નથી પણ અકલ્યાણ છે. કારણ કે કલ્પના થાય છે. આત્મસ્વરૂપનો વિષયમાં જે કલ્પના થાય છે એ એક વિપર્યાસ છે અથવા દર્શનમોહની વૃદ્ધિ થવાનું ત્યાંથી શરૂ થઈ જાય છે. એ નિશ્ચય દૃઢ થાય ત્યારે દર્શનમોહ તીવ્ર થઈ જાય છે.
ખાસ કરીને જે મુમુક્ષુજીવ સ્વરૂપનો વિચાર કરે છે—આત્મસ્વરૂપનો વિચાર કરે છે એના માટે આ એક બહુ જવાબદારીવાળું કાર્ય છે, ઘણી જવાબદારીવાળું કાર્ય છે. કેમકે આવે છે આત્માનો નિશ્ચય કરવા માટે, મનથી વાંચીને વિચારીને–શ્રવણ કરીને આત્માનો નિશ્ચય મેં કર્યો છે એમ માની લ્યે છે. અહીંયાં એમ કહે છે કે, એવો મનથી કરેલો નિશ્ચય-ખરો નિશ્ચય-સાક્ષાત નિશ્ચય એટલે ખરો નિશ્ચય એને તમે નહિ માનતા, નહિ સમજતા. નહિતર અકલ્યાણ થઈ જશે. કલ્યાણ તો એક બાજુ રહ્યું પણ અકલ્યાણ થઈ જશે. એવી પરિસ્થિતિ આવશે.
આમાં તો પોતે ભાષા જરા મૃદુ રાખતા હતા કે, કલ્યાણ નથી એમાં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવું એમાં કલ્યાણ છે. એટલે જે વિદ્યમાન જ્ઞાની છે એની સાથે મેળ ખાય છે કે નહિ એની જરા ખાતરી કરી લેવી અથવા એ રીતે પ્રતીતિ આવી જશે કે જ્ઞાની આમ જ કહેવા માંગે છે. આ (સ્વરૂપ) નિશ્ચય સંબંધમાં જરાક ધ્યાન દોર્યું છે. કેમકે સામાન્ય રીતે તો માણસ શું કરે ? મનથી જ નિશ્ચય કરે. વાંચન, વિચાર, શ્રવણ એમાં શું કરે ? મનથી જ માણસ નિશ્ચય કરે. અહીંયાં કહે છે કે, મનથી કરેલો નિશ્ચય એને સાચો નિશ્ચય-સાક્ષાત નિશ્ચય નહિ માનતા. જ્ઞાનીથી થયેલો