________________
૪૦
ચજય ભાગ-૫
પત્રાંક-૩૦૮ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮
% સત્ શ્રી સહજ સમાધિ - અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. તોય સહન કરીએ છીએ. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય.
બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીંશાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ.
સુધાને વિષે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે.
પ્રણામ પહોંચે.
સુદ ચૌદશનો પત્ર પહેલાં સોભાગભાઈ ઉપરનો છે. ત્યારપછીનો અમાસનો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો છે. અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અત્રે સમાધિ છે, સ્મૃતિ વર્તે છે તથાપિ નિરૂપાયતા વર્તે છે એટલે કે સ્મરણ આવે તો પણ વિસ્મરણ કરવા જેવું થાય છે. “અસંગવૃત્તિ હોવાથી અશુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ.' સહન કરીએ છીએ. એક વિકલ્પ (આવે) એ પણ દુઃખદાયક છે એ આમાંથી નીકળે છે. ઉપાધિ એટલે વિકલ્પ કરવો, કોઈ બાબતમાં પત્ર લખવો. સ્મૃતિ રહે છે, વિકલ્પમાં જોર તો નથી પણ વિકલ્પનું દુઃખ છે–એ સહન કરતાં કરતાં આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. જેટલા ઉપાધિરૂપ કાર્યો (છે) એ રૂપ વિકલ્પો, એ વિકલ્પનું દુઃખ સહન કરીને આમ