________________
૪૫
પત્રાંક-૩૦૮ સમાવી દીધું છે. કેમકે બાર અંગની લબ્ધિ ત્યાં પ્રગટી છે), કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટી છે). બાર અંગ તો કેવળજ્ઞાન પાસે અનંતમાં ભાગે છે.
પર્વતભાઈ કરીને ડુંગરભાઈ કરીને છે. એ ડુંગરભાઈની માન્યતા થોડીક બીજી રીતે હતી અને આ બંનેને મિત્રતા ઘણી હતી. એટલે એનું વલણ-સોભાગભાઈનું વલણ અને અસર સંગદોષથી હતી. એમાંથી બહાર) કાઢ્યા છે. એટલે આ ભગવતુ શબ્દ અને આ બધા શબ્દ એટલા માટે વાપરે છે.
મુમુક્ષ :- જ્ઞાની જે રીતે વાત કરે છે એનો નિર્ણય તો મનથી જ કરે ને !
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. સ્વરૂપનો નિર્ણય આ કરવો છે. જ્ઞાની જે વાત કરે છે એ આત્મસ્વરૂપની કરે છે અને આત્મસ્વરૂપનો જે નિર્ણય તે કરેલો નિર્ણય મનથી. નથી, અનુભવશે થયેલો નિર્ણય છે. ગુરુદેવે તો લીધું ને કે, “રાગનો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય’ ‘સમયસાર) ૧૪૪ મી ગાથાનું જ પ્રવચન છે. રાગનો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય છે એમ સ્પષ્ટ વાત કરી છે.
આત્મધર્મ વિશેષાંક ગુજરાતીમાં છે ને એમાં વચ્ચે નાખ્યું છે. ગુજરાતીમાં પાછળ છે ? છેલ્લે છે. પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વે વિકલ્પો છૂટી જતા નથી. સ્વરૂપમાં જામી જતો નથી એટલે વિકલ્પ ચાલે છે. મનની પ્રવૃત્તિ ચાલે છે ત્યારની વાત છે. કેમકે નિર્ણય મનથી થાય એ ઉપરછલ્લી વાત છે. નિર્ણય તો મનથી જ થાય ને. વિચારની ભૂમિકામાં, વિકલ્પની ભૂમિકામાં નિર્ણય થાય છે તો એ વાતને સ્થાપે છે કે નિર્ણય વિખતે બુદ્ધિપૂર્વકના સર્વે વિકલ્પો છૂટી જતા નથી. સ્વરૂપમાં જામી જતો નથી પણ, અહીંયાં પણ' કરીને વાત લીધી છે. જે વિશેષ વાત છે એ આટલી છે. પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે.” જ્ઞાનથી જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે. રાગની આડશ, રાગની મુખ્યતા, રાગનો આધાર છોડીને જ્ઞાનાશનો આધાર લઈને. જ્ઞાન તો ત્યાં વેદનસ્વરૂપ છે, જ્ઞાન તો અનુભવસ્વરૂપ છે, એનો આધાર લઈને. જ્ઞાનથી જ્ઞાનનો એમ કહેવાને બદલે આત્માથી આત્માનો નિર્ણય કરે છે, એમ કહે છે.
આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મન અને રાગની ગૌણતા કરે છે.' શું કહ્યું? મન અને રાગની ગૌણતા કરે છે. આત્માને અધિક કરે છે.' એક એક શબ્દ ખ્યાલમાં. લેવા જેવા છે. અને રાગને ગૌણ કરે છે. રાગ છે ખરો. વિકલ્પ છે ખરો પણ એને