________________
૩૮
ચજહદય ભાગ-૫ જ સત્ય છે, એ સત્ય હોય છે.
પ્રશ્ન :- સત્ય અત્યારે પ્રગટ માનવું કે અપ્રગટ માનવું ? અપેક્ષાએ. સમાધાન :- એમને તો પ્રગટ થતું હતું. પ્રશ્ન :- અત્યારે વર્તમાનમાં સત્ય પ્રગટ માનવું કે અપ્રગટ માનવું?
સમાધાન :- સત્ય તો આત્માનું સ્વરૂપ છે. સત્ય આત્માનું સ્વરૂપ છે એ સ્વસમ્મુખવાળાને તો પ્રગટ જ લાગે છે. જે એની સન્મુખ થાય છે એ તો પોતાના સત્યસ્વરૂપને પ્રગટપણે જોવે છે. એ તો કહે છે કે સત્ય તો પ્રગટ જ છે. અપ્રગટ-અપ્રગટ કેમ લોકો કહે છે? અમને સમજાતું નથી. જેને નથી દેખાતું એ એમ કહે છે કે સત્ય તો અપ્રગટ છે. અમને દેખાડો, પ્રગટ કરીને અમને દેખાડો. એ ઉભુખ ઊભો છે, મોઢું ફેરવીને ઊભો છે તો કહે છે કે મને પ્રગટ નથી. જે સન્મુખ થાય છે એ કહે છે કે સત્ય તો પ્રગટ જ છે. એ કેદી ઢંકાયેલું હતું ? એને આવરણ કેદી હતું? એ તો ત્રિકાળ નિરાવરણસ્વરૂપ છે. એને તો સત્ય પ્રગટ જ છે. એમ છે.
પ્રશ્ન :- ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય કહ્યું છે, તો સર્વ સમર્પણ એટલે?
સમાધાન :- સર્વ સમર્પણ એટલે પૂરેપૂરો મહિમા, સંપૂર્ણ મહિમા. અર્પણતા, સમર્પણતા કોના પ્રત્યે થાય છે ? કે જેનો મહિમા આવે એના પ્રત્યે સમર્પણ થાય છે ને ? અંદરમાં પોતાનું ભગવત્સ્વરૂપ છે. એ પરિપૂર્ણ મહિમાવંત છે. બિહારમાં દેવગુરુશાસ્ત્ર અને સત્યરુષ જેનો યોગ હોય એના પ્રત્યે સર્વસમર્પણબુદ્ધિ થાય છે, આવે છે એમ કહેવું છે. ત્યારે દેહાભિમાન મટે છે. ત્યારે એને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં અહમૃદ્ધિનો ત્યાગ થાય છે. એ સિવાય અહમુબુદ્ધિ છોડી છૂટતી નથી. અહપણું થઈ જાય. છોડવું હોય એ કહે કે છોડવા લાયક છે. અભિમાન કરવા લાયક નથી, મમતા કરવા લાયક નથી પણ છૂટે નહિ. છૂટે (તો) આ એક જ પ્રકારે છૂટેસમર્પણ કરે ત્યારે.
પ્રશ્ન :- વૈરાગ્યથી ન છૂટે ?
સમાધાન :- ના, ત્યાગ-વૈરાગ્યથી ન છૂટે. એ મારું છોડવું એમ કહે મેં મારા રૂપિયાનું દાન દીધું, મેં મારો સંયોગ હતો એનો મેં ત્યાગ કર્યો. પૂર્વકર્મનું ફળ મને ફળ આવ્યું હતું તોપણ મેં એનો ત્યાગ કર્યો. મને મળ્યું હતું તોપણ એનો મેં ત્યાગ