________________
૩૬
રાજહૃદય ભાગ-૫
ચાલતો વિષય છે. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૩૦૭, પાનું ૩૦૯. ‘આણંદ’ આવી ગયા છે માગશર સુદ બીજે પત્ર લખેલો છે. વચમાં મોરબી’થી એક લીટીનો ૩૦૬ નંબ૨નો એક પત્ર છે, ‘વાણિયા'થી રવાના થયા પછી (લખેલો છે). ત્યાં આઠેક દિવસ રોકાઈને મુંબઈ' જતા વચ્ચે ‘આણંદ’ રોકાણા છે. “આણંદથી ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે. એક જ પત્ર છે ‘આણંદ’નો, પછી બધા પત્રો મુંબઈ'થી શરૂ થાય છે.
‘(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.' આ મથાળું ફરીને એમણે દોહરાવ્યું છે. આગળ ૩૦૨માં જે સોભાગભાઈ” ઉપરનો મંત્ર છે, એમાં મથાળું બાંધ્યું છે), સત્યં પરં ધીર. એનું ભાષાંતર છે કે, ‘(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.' એટલે કે નિજ પરમાત્મ તત્ત્વનું (ધ્યાન કરીએ છીએ). જેમાં અનંતજ્ઞાન, અનંતસુખ આદિ સામર્થ્ય રહેલું છે, વિદ્યમાન છે, મોજૂદ છે. સત્તાનો અર્થ એ છે. અત્યારે છે, એવો જેની સત્તાનો શ્રદ્ધાને, શાનને અને ચારિત્રને આધાર આવે છે, ચારિત્રને અહીંયાં ધ્યાન કહે છે. શ્રદ્ધાને સમ્યક્દર્શન કહે છે, જ્ઞાનને સમ્યગ્ગાન કહેવામાં આવે છે. તેનું અમે ધ્યાન કરીએ છીએ.'
ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટતું સંભવતું નથી.' જીવ સ્વરૂપે કરીને સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ હોવાથી બધે જ પોતાની મુખ્યતા ચાહે છે. સ્વરૂપને ભૂલે છે એટલે શરીરથી એની શરૂઆત થાય છે. દેહાભિમાન–દેહાભ્યાસ. બધે જ મુખ્ય, દેહની મુખ્યતા. આબરૂ-કીર્તિની મુખ્યતા. એ વસ્તુ થઈ પડી છે. ગુણના બદલે અવગુણ પ્રગટ થયેલા છે), પોતે મહાન છે પણ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં અહપણું કરે છે તેથી એને અભિમાન કહેવામાં આવે છે અને અવગુણ કહેવામાં આવે છે. એવું જ અહમુપણું પોતાની સત્તાને વિષે કરવામાં આવે, પોતાના ઐશ્વર્યને વિષે કરવામાં આવે તો એ સમ્યગ્દર્શન આદિ ગુણ છે, મહાન ગુણ છે.
એટલે એમ કહે છે કે, મહિમા કરવો તો ભગવત્સ્વરૂપ આત્માનો કરવો. અન્યમતમાં એમ લાગુ પડે ભગવત્ એટલે કોઈ બીજા પરમેશ્વર. તો કહે છે કે બધું ભગવાનને અર્પણ કરી દો એટલે નમ્રતા પૂરેપૂરી આવી જશે. અહીંયાં એમ નથી. અહીંયાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે પરમ વિનયભાવ ઉત્પન્ન થાય ત્યારે જીવને નમ્રતા ઘણી આવે છે. પણ એ દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ એવા પરમાત્મ