________________
પત્રાંક-૩૦૭
૩૭ સ્વરૂપને દેખાડે છે. દર્શાવે છે કે તું સર્વથી મહાન છો. ત્રણ લોકનો નાથ જ તું છો. એવો મહિમાવંત પદાર્થ દર્શાવે છે. એનો મહિમા કરવો એનો અર્થ ભગવતુને સર્વ સમર્પણ કર્યું, કરવું અપેક્ષાએ બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને સન્દુરુષ એ ભગવત્ એટલે પૂજ્ય પુરુષો છે, પૂજ્ય આત્માઓ છે – એના પરમ વિનયને સર્વ સમર્પણ કહે છે. એવું થયા વિના આ કાળમાં... આ કાળમાં અથવા સર્વ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. એવો એનો અર્થ છે. અન્યમતી પોતાની રીતે અર્થ કાઢે પણ ખરેખર એનો એવો અર્થ નીકળે છે.
માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. હવે સત્યમાંથી ધર્મ કાઢ્યો. કેમકે ધર્મ સત્યસ્વરૂપ છે, સત્ય છે એ ધર્મસ્વરૂપ છે. એટલે એમ કહે છે. અને તે સનાતન-ત્રણે કાળે જે એકરૂપ છે, ત્રણે કાળે પરમનિર્દોષ છે, પરમપવિત્ર છે. જેવો આત્મા છે તેવા જ પરિણામ સ્વરૂપ છે. સનાતન એટલે ત્રણે કાળે લેવું. સનાતન ધર્મ (કહીને) કોઈ વાડો ન લીધો, કોઈ સંપ્રદાયનું નામ નથી લીધું. સનાતન ધર્મરૂપ પરમસત્યનું નિરંતર સેવન કરીએ છીએ.
ગુરુદેવ' વાડાબંધીથી બહુ નારાજ હતા અને જરાપણ વાડામાં ન પડવું એમ હતું) એટલે શરૂઆતમાં “સ્વાધ્યાય મંદિર માં સનાતન ધર્મનું Title લગાડેલું હતું. તમને તો ખબર હશે. સનાતન ધર્મ લખાયેલો ત્યાં. જૈન ધર્મ એવું નહોતા લખતા, દિગંબર એવું નહોતા લખતા. સનાતન શબ્દનો પ્રયોગ કરતા હતા. પછી જોયું કે આ ગોળગોળ રહેવામાં બધા પોતાના ધર્મને સનાતન કહે છે. માટે ફોડ પાડીને મુખ્ય કર્યું કે અમારી સ્પષ્ટ માન્યતા દિગંબર સંપ્રદાયમાં જે આચાર્યો થયા એમનો જે કથાનુયોગ, એમનો કરુણાનુયોગ, એમનો ચરણાનુયોગ એ બધું અમને માન્ય છે. એ રીતે સંપ્રદાયબુદ્ધિમાં નહિ રહીને એ વાત સ્પષ્ટ કરી.
“અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અંદરમાંથી લક્ષ અને પરિણતિ નિરંતર રહે છે, એ ધ્યાન છૂટતું નથી અથવા ધર્મધ્યાન સદા નિરંતર રહે છે. ધર્મધ્યાન વગરનો કોઈ સમય જતો નથી. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે જે સત્ય સ્વરૂપનું ધ્યાન કરે છે એ પોતે આત્મા જ સત્ય છે. એના પરિણામ સત્ય છે એટલે એ આત્મા જ સત્ય છે. જેમ ચોરી કરે છે, જેની પર્યાયમાં ચોરીનો ભાવ છે તે ચોર છે. એમ જેને સત્યધર્મનું પરિણમન છે એ આત્મા