________________
પત્રાંક ૩૦૬
૩૩
‘સોભાગભાઈ’ની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે કે શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.' એમને સત્નો મહિમા ઘણો આવેલો છે એવી એમની દશા છે. આટલું કહી, દીધું. સત્નો ઘણો મહિમા જેમનો વર્તે છે. પ્રેમસમાધિનો અર્થ એ છે કે એને સત્ પ્રત્યે અત્યંત... અત્યંત.... અત્યંત મહિમા વર્તે છે. જોકે વાત્સલ્યનું મૂળ કારણ આ છે કે પોતાને પરમસત્નો અત્યંત મહિમા છે, બીજા જીવને એ માર્ગે આવવું છે; તો એને પોતાના કોઈપણ સગા-સંબંધી કરતા વધુમાં વધુ પ્રેમ આવ્યા વગર રહે નહિ. આ ચોખ્ખું ચોખ્ખો હિસાબ છે.
પ્રશ્ન :- કુટુંબ કરતા ?
સમાધાન :– કોઈપણ કરતા. કુટુંબ તો કહેવામાત્ર. કોઈપણ કરતા. જેને પોતાને સત્ પ્રત્યે પરમપ્રેમ છે, ૫૨મ મહિમા છે એને એ જ લાઇનમાં આવવાને ઉત્સુક છે, એ જ લાઇનમાં આવવા માટે જે રાજી થયો છે, ખુશી થયો છે, ઇચ્છાવાન થયો છે એના પ્રત્યે અત્યંત પ્રેમ આવી જાય, અત્યંત વાત્સલ્ય આવે જ છે. બહુ કુદરતી વસ્તુ છે. એવું ન થાય તો અકુદરતી છે. નહિતર આ એકદમ કુદરતી વસ્તુ છે. મુમુક્ષુ :- લિખિતંગ ‘અપ્રગટ સત્’
પૂજ્ય ભાઈશ્રી :- હા ! લિખિતંગ અપ્રગટ સત્
મુમુક્ષુ :– જે વસ્તુ મેળવવા સો વરસ પહેલાં વન-જંગલમાં રખડવું પડતું એનાથી હજાર ગણી વસ્તુ ગુરુદેવે' ઘરબેઠા આપી.
પૂજ્ય ભાઈશ્રી :– એમાં તો કાંઈ સવાલ નથી. વાત ઘણી સ્પષ્ટ છે. પ્રગટ બહાર આવી છે. અહીં સુધી રાખીએ.