________________
પત્રાંક-૩૦૬
૩૧
પત્રાંક-૩૦૬ મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮
ૐ બ્રહ્મ સમાધિ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.
અપ્રગટ સતુ. આ
૩૦૬. એક ટુકડો છે ખાલી. “અંબાલાલભાઈને ખાલી પોસ્ટકાર્ડની અંદર એક ટુકડો લખીને મોકલી દીધો છે. “અંબાલાલભાઈ ઉપર ધ્યાન વધારે ખેંચ્યું છે. અવારનવાર “સોભાગભાઈનો સમાગમ કરવાનું, “સોભાગભાઈ” પ્રત્યે આદર રાખવાનું, વિનય રાખવાનું, એમની સેવા કરવાનું ધ્યાન “અંબાલાલભાઈને ખેંચ્યું છે એમણે. છેલ્લે છેલ્લે પણ ખંભાત' પત્ર લખીને “સોભાગભાઈના દેહાંત વખતે પણ એમને ત્યાં મોકલ્યા છે. એમની દેહની છેલ્લી સ્થિતિ છે તમે ત્યાં જાવ અને એની સેવામાં રોકાવ. “સાયલા' મોકલ્યા) સોભાગભાઈના દેહાંત વખતે “અંબાલાલભાઈ ઉપસ્થિત હતા.
મુમુક્ષ - આટલું છતાં પોતાને જવાનો ભાવ ન આવ્યો, વિકલ્પ ન આવ્યો. પૂજ્ય ભાઈશ્રી :- ના, એમણે તો કામ કરી લીધું હતું. મુમુક્ષુ :- ત્યાં જઈને રહેવાનો વિકલ્પ નથી આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. થોડા દિવસ પહેલાં એ જઈને આવ્યા છે. અઢારેક દિવસ પહેલાં “સાયલા’ ગયા છે અને એમને “ઇડર” લઈ ગયા છે. “ઇડર”. એમને જે રહસ્યભૂત વિષય જે કહેતો હતો એ કહ્યો છે. કથનની એમાં મુખ્યતા નથી. દર્શાવવાની રીતનીપદ્ધતિની એમાં મુખ્યતા છે. વાત એટલી બધી ગુપ્ત નથી. જે પરમતત્ત્વનો વિષય છે, એનો જે ઉપાય છે એ વાત એટલી બધી અત્યારે ગુપ્ત નથી. અધ્યાત્મ વિષય ગુરુદેવે ઘણો ખોલ્યો છે. પણ સામે એટલી જ તૈયારીવાળો જીવ કે કહેતા પકડે, એટલી તૈયારી હોય) અને એ તૈયારી હોય ત્યારે જ એ કહેવાની પદ્ધતિ છે).... વિષય પ્રત્યક્ષતાનો છે થોડો.