________________
૨૯
પત્રાંક-૩૦પ
પૂજ્ય ભાઈશ્રી :- ગયા જન્મમાં તો સંપર્ક છે, એ તો દેખાય આવે છે. નહિતર આટલું બધું ન લખે.
તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી.” એવું છે પણ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. સમ્યફજ્ઞાન છે એ તો ઊંચી વાત છે. આને કોઈ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ કાંઈ હોય એ કાંઈ મોટી વાત નથી. શાસ્ત્રકાર તો એમ કહે છે કે, જેને આત્મઉપલબ્ધિ થઈ, ઉપલબ્ધિમાં લબ્ધિ' શબ્દ છે ને ? આત્મ ઉપલબ્ધિ થઈ, આત્મોલબ્ધિ, એની પાસે તમામ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ એના ચરણમાં આળોટે છે. સામું જોતો નથી. એટલી એની ઊંચી કોટી લીધી છે.
મુમુક્ષુ :- “શ્રીમજી' જેમાં જેટલી શક્તિ આત્માની હતી એની ૨૫ ટકા પણ બહાર આવી હોય એવું નથી લાગતું. હજી ઘણી શક્તિ હતી.
પૂજ્ય ભાઈશ્રી :- ઘણી શક્તિ હતી. એ તો “ગુરુદેવ’ કહેતા ને ! છેલ્લા સેંકડો વર્ષમાં આવો પુરુષ થયો નથી. ગૃહસ્થાશ્રમમાં ! મુનિરાજની વાત જુદી છે. બાકી છેલ્લા સેંકડો વર્ષમાં ગૃહસ્થાશ્રમમાં આવો પુરુષ થયો નથી ! એમ કહેતા.
મુમુક્ષુ - ધર્મજવાળાનું વર્ણન ત્યાં બેઠા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી - ઘણી શક્તિ હતી એમાં કાંઈ સવાલ નથી. એ તો આવા મહાપુરુષ છે પણ આપણા મુમુક્ષુઓ હોબાળે છે ઘણીવાર. આમ બોલે, શ્રીમદ્દ ને આ ખબર પડે નહિ, શ્વેતાંબર-દિગંબરનું કીધું નહિ, ફલાણું કર્યું નહિ. છાનોમાનો બેસ ને, ભાઈ ! એની પાસે તારું કાંઈ બૂતું નથી. પોતે માઈનસમાં ઊભો હોય અને મહાપુરુષની ગમે તેમ વાતો કરે. સ્વચ્છેદ ઘણો થઈ જાય છે. થોડું બે ચોપડી વાંચે, પ્યાલો ફાટી જાય. વાત તો બે ચોપડીનું જ્ઞાન થોડુંઘણું યાદ હોય એટલું હોય છે એમાં કાંઈ લાંબું ઠેકાણું નથી હોતું.
શું કહે છે ? કે “દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ.’ આમાં કોઈ બીજી કલ્પના કરતા નહિ). અમે તમને ત્યાં મોકલીએ છીએ માટે કોઈ બીજી કલ્પનામાં તમે ચડી જતા નહિ. એવી રીતે પાછી એની મહિમામાં નહિ આવતા તમે. તમને અમુક કારણસર મોકલીએ છીએ, મર્યાદિત પ્રયોજન માટે મોકલીએ છીએ એટલી મર્યાદામાં જ તમે એ પ્રયોજન સમજો, એમ કહેવું છે.