________________
પત્રાંક-૩૦૫ ઓછા છે ? આપણે ત્યાં તો થાળીઓ પછાડે. જમતા જમતા ઝઘડા થતા હોય, રસોડામાં તકરારો ઊભી થાય, એ શોભે નહિ એક ટાઇમ ભૂખ્યું રહેવું પડે તો શું થઈ જાય ? મર્યાદા છોડીને મુમુક્ષુઓ વર્તે એ તો બિલકુલ યોગ્ય નથી.
મુમુક્ષુ :- વ્યવહારના ક્લાસ ચાલુ થઈ ગયા. પૂજ્ય ભાઈશ્રી :- હા, વ્યવહારના ક્લાસ ચાલુ થઈ ગયા. મુમુક્ષુ :- ઉત્તમ વ્યવહાર, આત્મલક્ષી હોય.
પૂજ્ય ભાઈશ્રી :- હા ! ખાનદાન માણસ હોય, ખાનદાન માણસ, પૈસા ચાલ્યા ગયા હોય પછી નોતરા તો આવે ને ! સંબંધોને લઈને ગમે ત્યાં નોતરા આવે તો એ જમવા જાય પણ એની ખાનદાની છોડીને કાંઈ જમે ? એને શોભે એવી રીતે એ જમશે, કે રાડો પાડશે કે મને અહીંયાં આપી જા. એ.ય. ઓલીકોર પેલી બાજી ક્યાં જાય છે તું ? પીરસવાવાળાને એમ કહે, ઓલી કોર ક્યાં જાય છે ?
મુમુક્ષુ - ખાનદાન...
પૂજ્ય ભાઈશ્રી - ન ચીજ ચાલે તો ચલાવી લે. પણ બહાર બોલે ? એટલું તો હવે લૌકિક વ્યવહારમાં હોય છે. આ તો લોકોત્તર સ્થાન છે.
પ્રશ્ન :- આ માર્ગાનુસારીનો શું અર્થ ?
સમાધાન – માગનુસારીમાં શું છે કે એવી સરળતાવાળો જીવ હોય છે કે એને પરમાર્થ રુચતું હોય છે. પરમાર્થની વાત, પરમાર્થનો વિષય રુચતો હોય છે. રુચિ સારી હોય છે. જો કોઈ એને સત્પષ મળે, યોગ્ય પુરુષ મળે તો એને મોક્ષમાર્ગ પકડતા વાર ન લાગે. અનુસરી શકે. માર્ગને અનુસરી શકે એવી જેની પ્રગટ યોગ્યતા છે એમ લેવું છે. એને માગનુસારી કહે છે.
“એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ. તમારો જે કુળધર્મ છે એટલે જૈન, એમ. તેની કેટલીક રીતભાત વિચારતા અને ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત વગેરે. તેમની વચન, કાયાની અનુસરણા, સરળતા...” જુઓ ! “સરળતા' શબ્દ લીધો છે. માટે સમાગમ કરવા જોગ છે. એના મુદ્દા આપ્યા છે. હું શા માટે તમને એના સમાગમમાં મોકલું છું ? કોઈ આત્મા ત્યાં તમને સમજાવી દેશે અને સમ્યકજ્ઞાન છે એટલા માટે નથી મોકલતો, પણ પહેલાં વ્યવહારના ક્લાસમાં તમને બેસાડવાની