________________
૩૦
ચજહૃદય ભાગ-૫
ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે.” એમ કરીને અવતરણ ચિલમાં જે કહેવું છે એ ખુલાસો કરે છે. અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ “વસ્તુશાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે...કેમકે એવી કોઈ વાત કરશે. વસ્તુજ્ઞાનના સંબંધમાં કાંઈ નિરૂપણ કરે અથવા બોધ છે, તેમજ અમારી માન્યતા પણ છે. એવું જો કે તમે માની લેતા નહિ, એમ કહેવું છે. કેમકે એને સમ્યકજ્ઞાન નથી.
અર્થાત જેને અમે સહુ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ.” એવું પણ તમે માની લેતા નહિ. બે વાત નહિ માનતા. એક તો એ પદાર્થજ્ઞાન સંબંધી વાત કરે તો પદાર્થદર્શન એ લોકોને નહિ હોવાથી એ વિષયમાં પણ અમારી માન્યતા એવી છે એમ તમે સમજી નહિ લેતા કે એણે કહ્યું એવું (અમે માનીએ છીએ. તમને એટલા માટે મોકલ્યા છે કે અમારી માન્યતા સરખી છે, એમ નથી. વળી, અમે જેને સત્ કહીએ છીએ એટલે અમે જેને આત્માનું મૂળ સ્વરૂપ કહીએ છીએ તે જ્ઞાનનો બોધ, તે સના જ્ઞાનનો બોધ તેના સમાગમથી તમને કરાવવા માટે અમારું અત્યારે મૌનપણું છે માટે તમને ત્યાં મોકલ્યા છે એવી પણ તમે કલ્પના નહિ કરતા, એવો તમે વિચાર નહિ કરતા.
તમને મોકલ્યા છે એ લોકોની સરળતા જોવા, એ લોકોના વિનયાદિ ગુણ જોવા, એ લોકોની ભક્તિ વગેરે જોવા માટે મોકલીએ છીએ. એ લોકોની જે લોલુપતા ઓછી છે, વ્યવહારની અંદર ખાણી-પીણી જીવનની અંદર... એ બધું જોવા મોકલીએ છીએ કે જુઓ ! હજી આવા લોકો હોય છે. જે તમારે શીખવા જેવું છે એવા લોકો છે. જરાક જઈ આવો તમે, એમ કરીને મોકલ્યા છે. ઘણું માર્ગદર્શન આપ્યું છે. ધર્મજવાસીઓના સંબંધમાં હજી એક કોઈ વિસ્તારવાળો પત્ર પણ છે, આગળ આવવો જોઈએ. એક પત્ર છે. એમાં ઘણો વિસ્તાર કર્યો છે. ૩૦૫ (પત્ર પૂરો) થયો.