________________
૨૮
રાજહૃદય ભાગ-૫
મારી ઇચ્છા છે. આટલો વ્યવહાર ત્યાંથી શીખી લો. ત્યાં મોકલે છે. એમ ‘શ્રીમદૂજી’ એ વ્યવહા૨નો ક્લાસ ખોલ્યો છે. નહિતર એ બધા મુમુક્ષુઓ તો ઘણા સરળ હતા. તો પણ એ સરળતા... એ બાજુ મોકલ્યા છે.
કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી.' દર્શન એટલે આ ધ્યાનમાં કાંઈ ચિત્ર-વિચિત્ર કોઈ અનેક પ્રકારનો ચમત્કાર (કહે), કોઈ કહે, અમે આમ જોયું, તેમ જોયું, મોટો તેજ તેજના અંબાર જેવું જોયું. લાણું જોયું. એ કોઈ સમ્યક્ત્તાનનું ચિહ્ન નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય...' નિજ સ્વરૂપ. પદાર્થ એટલે પોતાનું મૂળ સ્વરૂપ. ‘સમયસાર’ સ્વરૂપ. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા એ પદાર્થનું સ્વરૂપ છે. એનો બોધ એટલે એવો હું એવો અનુભવ પ્રાપ્ત થાય તેને સમ્યજ્ઞાન ગણવામાં આવ્યું છે.'
ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હા તે ભૂમિકામાં આવ્યા નથી.' એટલે કે એમને એવો કોઈ પદાર્થનો બોધ છે અને સમ્યજ્ઞાન છે એમ નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે.' એમને કોઈ ધ્યાન..... પછી શું છે કે કાંઈ ને કાંઈ તો કાંઈક કરતા હોય એમાં ધ્યાન-ધ્યાનની પ્રક્રિયામાં ચડ્યા હોય, કષાયની મંદતા વિશેષ હોય તો એમ કહે કે ભાઈ મને આમ થયું. મને આમ થયું છે. મને આમ થયું છે. એ લોકો એને સાક્ષાત્કાર માને છે કે દિવ્યજ્યોતિના દર્શન થયા. બહુ તેજ હતું. એટલું બધું તેજ... તેજ... તેજ... વર્ણન ન કરી શકાય એવું તેજ ! એ કોઈ આત્માનું જ્ઞાન નથી, એ કોઈ પ૨માત્મા સંબંધીનું જ્ઞાન નથી.
...
મુમુક્ષુ :– શ્રીમદ્જીને કેવી રીતે ખબર હતી એમને આમ છે...
પૂજ્ય ભાઈશ્રી :- ક્યાંક મળ્યા લાગે છે. પૂર્વભવમાં મળ્યા લાગે છે. આ કોઈ મોટી ઉંમરના હશે. કારણે કે એમનું આ ૨૫મું વર્ષ છે. એટલે કોઈ . ૪૦-૫૦ વર્ષ પહેલાંનો કોઈ સમાગમ હોય, ૫૦-૬૦ વર્ષ પહેલાંનો, એવું લાગે છે. નહિતર ઘણી વાત લખી છે આટલી બધી વાત લખી... પેલાને તો કાંઈ ખબર પણ નથી.
મુમુક્ષુ :– મળ્યા હોય અને જ્ઞાનમાં આવ્યું હોય, શ્રીમદ્' પોતે એને મળ્યા હોય અને જ્ઞાનમાં આવ્યું હોય.
પૂજ્ય ભાઈશ્રી :- મળ્યા નથી. કેમકે...
મુમુક્ષુ :- ગયા જન્મમાં.