________________
હર
રાજહૃદય ભાગ-૫ એ વસ્તુ પ્રત્યક્ષ છે અને સહજ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે. જ્ઞાનલક્ષણ છે એ તો આંશિક પ્રત્યક્ષ છે અને એના ઉપરથી જે પ્રત્યક્ષ તૌરથી પ્રત્યક્ષપણે પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષપણે ગ્રહણ કરવું એ જે પદ્ધતિ છે એ પકડાય છે. સામે પકડવાની. યોગ્યતા છે અને અહીંયાં પકડાવવાની યોગ્યતા છે. એવો એ મેળ છે. એવી કોઈ વાત ત્યાં બની છે અને એમને પોતાને સ્વાનુભવ થઈ ગયો છે. એટલે એના અનંત ભવ તો તોડી નાખ્યા. હવે શું ? હવે રૂબરૂ જઈને વિશેષ તો કોઈ કામ કરવાનું છે નહિ. એમને પોતાને ખ્યાલ આવી ગયો કે હવે આ જીવને વાંધો નથી. એને વેપાર કરવાની જે મૂડી જોઈએ એ મળી ગઈ છે. હવે આ તો આભે પાટું મારશે. જે Capacity આવવી જોઈએ એ આવી ગઈ છે એટલે) હવે મોક્ષમાર્ગમાં આ જીવ આગળ વધી જશે. એટલે એનું કોઈ મરણ બગડવાનો પ્રશ્ન નથી. એ તો
અંબાલાલભાઈ ગયા છે, “અંબાલાલભાઈને ખ્યાલ નથી આટલો બધો કે હમણા થોડા દિવસ પહેલાં શું પ્રસંગ બન્યો છે. એટલે એ એને છેલ્લો દિવસ છે ત્યારે સ્મરણ કરાવવા જાય છે. ધર્મ સંભળાવા જાય છે. તો “સોભાગભાઈ) ઇશારો કરીને ના પાડે છે, કાંઈ સંભળાવાની જરૂર નથી. મારું લક્ષ બરાબર છે, મારો ઉપયોગ બરાબર છે, મને વિક્ષેપ પડે છે. કાંઈ વાત કરો નહિ, તમારી બાજુ મારું લક્ષ દોરો નહિ. મારું આત્મા બાજુ બરાબર લક્ષ છે. ના પાડી દીધી.
મુમુક્ષુ :- બહુ સાચી Line છે.
પૂજ્ય ભાઈશ્રી :- “અંબાલાલભાઈ ને ખ્યાલ નથી કે એની અંદરની શું સ્થિતિ છે. એને ના પાડી દીધી. એટલે પછી જવાનો તો કાંઈ પ્રશ્ન નહોતો. એ વખતે તો. એને એનું જ કામ કરવા દેવાનો પ્રશ્ન હતો. જાય તો ઊલટાનું લક્ષ બહાર ખેંચાય.
મુમુક્ષુ – એ વાત પૂરતી છે.'
પૂજ્ય ભાઈશ્રી - બહુ વિચક્ષણ હતા. પોતે બહુ વિચક્ષણ હતા. ઘણા વિચક્ષણ હતા. આ જીવને અત્યારે શું જરૂર છે ? એ તો એમનું જ્ઞાન જે કામ કર્યું છે એ કોઈ અંદાજ બહારનો વિષય છે. એટલું બધું જબરજસ્ત કામ કર્યું છે.
અહીંયાં ધ્યાન ખેંચ્યું છે. મથાળું એટલું બાંધ્યું છે. બ્રહ્મ સમાધિ ૐ પણ શુદ્ધાત્માનો વાચક છે. બ્રહ્મ' શબ્દ પણ શુદ્ધાત્માનો વાચક છે અને એમાં જે લીનતા છે એનું નામ સમાધિ છે. મથાળામાં સ્વરૂપલીનતાનું સ્મરણ કર્યું છે. પછી