________________
૨૬
ચજહૃદય ભાગ-૫
તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ,...' એટલે કોઈ એવો માણસ હશે કે જેને બીજા પણ મુમુક્ષુઓ–એના અનુયાયીઓ હશે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ, રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે.' શું કરવા ત્યાં મોકલું છું એમ કહે છે. આપણે એમ કહીએને કે આપણા મુમુક્ષુઓ કરતા ‘શ્રીમદ્દ’ના મુમુક્ષુઓમાં અમુક પ્રકારનો ફેરફાર છે. આપણે ત્યાં વાત્સલ્ય ઓછું દેખાય છે, ત્યાં વાત્સલ્ય અજાણ્યા થઈને જાવ તોપણ દેખાય છે, જે મોટો ફરક છે અને આ (વાત્સલ્ય) તો એક સહેજે સહેજે હોય જ. ન હોય તો એક બહુ મોટી ક્ષતિ છે. અને એને લઈને સત્પુરુષથી બીજો આખો સમાજ દૂર રહે છે. ‘શ્રીમદ્ભુ’નો સમાજ દૂર રહે છે એનું એક મોટામાં મોટું કારણ આપણું સામાજિક દૂષણ આ છે. જે ભૂષણ હોવું જોઈએ એ જગ્યાએ દૂષણ છે.
એ લોકો શું વિચારે છે કે તત્ત્વની તો ઊંચામાં ઊંચી વાત કરે છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચર્ચાઓ કરે છે પણ વાત્સલ્યનું ઠેકાણું નથી. એટલે અવિશ્વાસ પેદા થાય છે કે આ લોકોની વાત વિશ્વસનીય નથી. આ એવું કોઈ મહાન પરમ તત્ત્વ છે, ઉત્કૃષ્ટ તત્ત્વ છે એટલી ઊંચી કોટીનું તત્ત્વ છે ઘરમાં બેસીને વાત કરવામાં વાંધો નહિ એટલે કહીએ છીએ, નહિતર કહેવું મુશ્કેલ છે. કોઈને ખરાબ લાગી જાય. એવી વાત છે જરા. લોકો દૂર થઈ જાય છે. આમાં કાંઈ આપણને નહિ ફાવે. આ જાતનું ટોળું છે એમાં આપણને નહિ ફાવે. લોકોને ફાવે નહિ, દૂર રહે. એ સમાજથી દૂર રહેવાને બદલે સત્પુરુષથી દૂર રહી જાય છે. અને એમાં નિમિત્ત પડે છે, જે-તે વાત્સલ્ય વિહીન પ્રવૃત્તિવાળા જીવો એમાં નિમિત્ત પડી જાય છે.
મુમુક્ષુ :— એ ત્રુટિ ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પ્રયત્ન તો કરીએ છીએ, ક૨વો જોઈએ, કરીએ છીએ. બધી વાત સાચી, પણ પરિસ્થિતિ જે છે એ તો છે એમ જ કહેવાય ને. એમાં ઢાંકપિછોડો થોડો કરાય છે. એટલી વાત છે. એટલે એ વાત ઉપર થોડું વજન લેવા જેવું છે.
સમ્યાન નથી, સમ્યક્ત્તાની નથી એવા એક માણસના, એવી એક વ્યક્તિના આશ્રયમાં રહેતા મુમુક્ષુઓ પાસે શ્રીમદ્જી' પોતે પોતાના મુમુક્ષુઓને મોકલ્યા છે કે ત્યાં જાવ તમે અને ત્યાં જઈને તમે એ સમજો કે આની ભક્તિ કેટલી છે ? આને વિનયની વાત કેટલી છે ? અને નિર્વાસનાપણું કેટલું છે ? એટલે કે લોલુપી કેટલા
?